1. Home
  2. ગુજરાતી
  3. તમારી Whatsapp ચેટને આ રીતે છૂપાવો, કોઇ નહીં જોઇ શકે તમારી ચેટ
તમારી Whatsapp ચેટને આ રીતે છૂપાવો, કોઇ નહીં જોઇ શકે તમારી ચેટ

તમારી Whatsapp ચેટને આ રીતે છૂપાવો, કોઇ નહીં જોઇ શકે તમારી ચેટ

0
Social Share
  • વોટ્સએપ યૂઝર આ રીતે પોતાની ચેટ છૂપાવી શકે છે
  • આ ફીચર પછી કોઇ તમારી ચેટ જોઇ શકશે નહીં
  • અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ચેટ છૂપાવો

નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં વોટ્સએપ મેસજિંગ એપ સૌથી વધુ યૂઝ થતી એપ છે અને સૌથી વધુ યૂઝર્સ પણ ધરાવે છે. બાળકોને લઇને કોલેજ વિદ્યાર્થીઓ સુધી, બિઝનેસમેનથી લઇને ગૃહિણીઓ સુધી દરેક વોટ્સએપ યૂઝ કરે છે. કોઇ બીજુ તમારુ એકાઉન્ટ ના ખોલી શકે તે માટે પ્લેટફોર્મમાં ફેસ આઇડી તેમજ પાસવર્ડ પ્રોટેક્શનની સુવિધા મળે છે. પરંતુ તેમ છતાં તમે કોઇ ખાસ વ્યક્તિ સાથેની તમારી ચેટ તમે ડિલીટ કર્યા વગર છૂપાવવા માંગો છો તો શું કરશો.

આજે અમે આપને એવી ટ્રિક કહેશું, જેથી તમે તમારી પર્સનલ ચેટને ડિલીટ કર્યા વગર બધાથી છૂપાવી શકશો. જો કોઇ તમારુ વોટ્સએપ ખોલે તો તે વ્યક્તિને તમારી ચેટ દેખાશે જ નહીં. આ માટે વોટ્સએપ એક ખાસ ફીચર્સ પ્રદાન કરે છે જેનું નામ છે આર્કાઇવ. તો ચાલો તેના વિશે વધુ જાણીએ.

વોટ્સએપ યૂઝર આ રીતે છૂપાવી શકે છે ચેટ

iPhone યૂઝર આ રીતે છૂપાવે ચેટ

– આઈફોન યૂઝ કરનાર WhatsApp માં તે કોન્ટેક્ટ પર જઈને ચેટને રાઇટ સ્વાઈપ કરે.

– રાઇટ સ્વાઇપ કરવા પર More અને Archive લખવામાં આવશે. Archive પર ટેપ કરો.

– Archive પર દબાવવાની સાથે આ ચેટ ગાયબ થઈ જશે.

Android યૂઝર આ રીતે છુપાવે ચેટ
– સૌથી પહેલા WhatsApp ઓપન કરો અને તે ચેટ પર જાવ જેને તમે છુપાવવા ઈચ્છો છો.

– આ ચેટને ઓપન ન કરો પરંતુ તેને લોન્ગ પ્રેસ કરતા તેને થોડો સમય દબાવીને રાખો.

– ચેટને દબાવી રાખવા પર ઉપર તરફ એક ફોલ્ડરનું આઇકન આવશે, જેમાં Arrow બનેલો હશે.

– આ આઇકન પર ક્લિક કરતા તે કોન્ટેક્ટની ચેટ Archive થઈ જશે.

– આ સ્ટેપને પૂરુ કરતા ચેટ લિસ્ટથી ગાયબ થઈ જશે અને વોટ્સએપને ગમે એટલું સ્ક્રોલ કરશે પણ તે દેખાશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code