1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ
તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ

તેલંગાણા: લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ

0
Social Share
  • કોરોનાના વધ્યા કેસ
  • લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરનો સ્ટાફ કોરોના પોઝિટિવ
  • 68 સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા મચ્યો હડકંપ
  • મેગા કોરોના ટેસ્ટ કેમ્પ શરૂ

હૈદ્રાબાદ: દેશમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે.ત્યાં હવે તેલંગાણામાં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી જવા પામી છે. તો, મંદિરની આજુબાજુમાં રહેતા લોકો સંક્રમિત થયાના સમાચાર સામે આવી રહ્યા છે

મંદિરના 68 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક મેગા કોરોના વાયરસ ટેસ્ટ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે,જેથી શક્ય તેટલા લોકો માટે કોરોના ટેસ્ટ થઇ શકે.

આ પહેલા શનિવારે તેલંગાણામાં કોરોનાવાયરસના 495 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3.05 લાખ થઇ ગઈ છે. આ ઉપરાંત મહામારીથી 247 લોકો રિકવર થયા છે. હૈદરાબાદમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે,ત્યારબાદ મેડચલ માલકજગિરીમાં 45, રંગારેડ્ડીમાં 35, નિઝમાબાદમાં 30, નલગોંડામાં 21 અને સંગારેડ્ડીમાં 20 નવા કેસ નોંધાયા છે.

સક્રિય કેસની સંખ્યા પણ એક અઠવાડિયા અગાઉ 2,607 ની સરખામણીએ વધીને 4,241 થઈ ગઈ છે,જે પડોશી આંધ્રપ્રદેશની સમાન છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેમાં સક્રિય કેસ વધી રહ્યા છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code