
આતંકીઓના દેશમાં જ આતંકી હુમલો -પાકિસ્તાનના પેશાવરમાં આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ પોલીસ કર્મીઓના મોત
- પાકિસ્તાનમાં પોલીસની ટૂકડી પર હુમલો
- 3 પોલીસ કર્મીઓના થયા મોત
દિલ્હીઃ- પાકિસ્તાન કે જે આતંકવાદ માટે જાણીતો દેશ છે વિશઅવભરમાં પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવા મામલે નિંદા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન પરણ હવે આતંકીઓનો શિકાર બનતું જઈ રહ્યું છે.પાકિસ્તાનમાં પણ આતંકીઓ હુમલાઓ કરી રહ્યા ચે એટલે કે આતંકવાદીઓના ઘરે જ આતંકવાદ ફેલાતો જોવા મળ્યો છે
પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ડીએસપી સહિત 3 પોલીસકર્મીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના આજરોજ શનિવારની વહેલી સવારે બનવા પામી છે. આ હુમલો પેશાવરના સરબંદ વિસ્તારમાં થયો હતો. ઘટના બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરવા આવેલા આતંકીઓ સમગ્ર તૈયારી સાથે જ આવ્યા હતા. આતંકીઓ પાસે ઘાતક હથિયારો અને નાઈટ વિઝન ચશ્મા પણ જોવા મળ્યા છે.
શનિવારે વહેલી સવારે પેશાવરના સરબંદ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરુ થયો હતો. ગોળીબારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડીએસપી સરદાર હુસૈન સહિત ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આતંકીઓએ લોંગ રેન્જ રાઈફલ અને હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો.