
આતંકીઓ બન્યા બેફામ -કાશ્મીરના કુલગામમાં ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોસ્ટર લગાવ્યા
- કુલગામમાં આતંકીઓને ડ્રાઈવરની કરી હત્યા
- ગોળી મારીને ડ્રાઈવરને મોતને ઘાટ ઉતાર્યો
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, ખુલ્લેઆમ આતંકીઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે અને તેમની હત્યાઓ કરી રહ્યા છએ ત્યારે ફરી એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં આતંકીઓએ એક ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરી છે.
મળતી વિગત પ્રમાણેજમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ નિશાન બનાવીને કરેલા હુમલામાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. વ્યવસાયે ડ્રાઈવર સતીશ કુમાર સિંહને કુલગામના કાકરન ગામમાં ગોળી વાગી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
#KulgamTerrorIncidentUpdate: Civilian Satesh Kumar Singh, a resident of Kulgam, #succumbed to his injuries at hospital. #Terrorists involved in this #gruesome terror crime will be neutralised soon. Search to track the involved #terrorists in progress.@JmuKmrPolice https://t.co/0iweZeQnmB
— Kashmir Zone Police (@KashmirPolice) April 13, 2022
આ ઘટનાને મામલે અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે સતીશને ખૂબ જ નજીકથી માથામાં ગોળી મારવામાં આવી હતી. કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘કુલગામના રહેવાસી સતીશ કુમારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. આ ઘાતકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે. આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આતંકીઓ એ આ હત્યા બાદ વિસ્તારમામ પોસ્ટરો લગાવ્યો છે જેમાં લખ્યું છે- બિન-કાશ્મીરીઓ ઘાટી છોડી દો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ
ઉલ્લેખનીય છે કે આ આતંકીઓ દ્રારા કરવામાં આવેલો હુમલો પ્રવાસી મજૂરો અને સ્થાનિક લઘુમતીઓને નિશાન બનાવવાનો નવી કડી છે. લક્ષ્યાંકિત હત્યાઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી અને મોટાભાગના ભોગ બનેલા પરપ્રાંતિય મજૂરો હતા જેઓ કામની શોધમાં જમ્મુ અને કાશ્મીર આવ્યા હતા.ત્યારે હવે ફરી આતંકીઓ આ પ્રકારના લોકોને પોતાનું નિશાન બનાવી રહ્યા છે