1. Home
  2. ગુજરાતી
  3. ન્યૂયોર્કમાં સબસ્ટેશન પર થયેલા ગોળીબારની ઘટનાનો 62 વર્ષિય વૃદ્ધ આરોપી ઝડપાયો
ન્યૂયોર્કમાં સબસ્ટેશન પર થયેલા ગોળીબારની ઘટનાનો 62 વર્ષિય વૃદ્ધ આરોપી ઝડપાયો

ન્યૂયોર્કમાં સબસ્ટેશન પર થયેલા ગોળીબારની ઘટનાનો 62 વર્ષિય વૃદ્ધ આરોપી ઝડપાયો

0
Social Share
  • ન્યુયોર્કમાં થયેલ ગોળીબારની ઘટનાનો આરોપી પકડાયો
  • 62 વર્ષના વૃદ્ધે ઘટનાને આપ્યો હતો અંજામ

 

દિલ્હીઃ- મંગળવારના રોજ ન્યૂયૉર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર  ગોળીબાર થયો તેમાં   23 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા . આ હુમલામાં શામેલ શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો હતો. ન્યૂયૉર્ક પોલિસ તરફથી શંકાસ્પદ હુમલાખોરના ફોટાને શેર કરીને લખવામાં આવ્યુ, એ ફ્રેંક જેમ્સ છે કે જે આ તપાસમાં શંકાસ્પદ વ્યક્તિ છે, આના વિશે કોઈને પણ માહિતી મળે તો સીધા અમને સંપર્ક કરો

ઉલ્લેખનીય છે કે  દિવસ પહેલા જ બનેલી ન્યૂયોર્કમાં ગોળીબારની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, ન્યપયોર્ક પોલીસે બ્રુકલિનમાં લોડેડ સબવે ટ્રેન કારમાં 10 લોકોને ગોળી મારવાના આરોપીની ધરપકડ કરી છે. ઘટનાના 24 કલાકમાં જ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન મીડિયાએ આ અંગેની બુધવારે આ જાણકારી આપી.

પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ તરીકે 62 વર્ષિય ફ્રેન્ક જેમ્સનું નામ આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બે પોલીસ અધિકારીઓએ તેને મેનહટનના રસ્તા પર જોયો અને તેને કસ્ટડીમાં લીધો. અધિકારીઓ આજરોજ ગુરુવારે આ મામલે સત્તાવાર રીતેમાહિતી આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code