ગાંધીનગર, 6 ઓક્ટોબર, 2026 : Two-day Chintan Shibir of Roads and Buildings Department ગતિ, ગુણવત્તા અને ગૌરવ સાથે વિકસિત ગુજરાત 2047 માટે માળખાકીય સુવિધાઓને વેગ એ વિષય વસ્તુ સાથે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં માર્ગ મકાન વિભાગની કામગીરી, વર્તમાન પડકારો અને ભવિષ્યની દિશા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ સામૂહિક રીતે હાથ ધરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગે પાયાથી ટોચ સુધીનો અભિગમ અપનાવીને વિભાગ કક્ષા તેમજ સર્કલ લેવલની અગાઉ યોજેલી ચિંતન શિબિરોમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને ચીફ ઇજનેર સુધીના અધિકારીઓ સક્રિય પણે સહભાગી થયા હતા. આવી શિબીરોમાં પાયાના કર્મયોગીઓના પ્રશ્નો-સૂચનો સાંભળીને તેના હકારાત્મક અને અસરકારક સ્વરૂપે વિચાર-વિમર્શ થયા હતા.
આ સુઝાવોને આધારે હવે આગામી 8 અને 9 ઓક્ટોબરે યોજાનારી વિભાગીય ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરીને વ્યવહારું તેમજ અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો અને નવીન ટેકનોલોજી અંગે પરામર્શ કરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગે આ વિભાગીય ચિંતન શિબિરમાં જે પાંચ વિષયો પર ફોકસ રાખ્યું છે તેમાં રોડ સસ્ટેનેબિલિટી, બ્રિજ પ્રોજેક્ટ પ્લાનિંગ, બિલ્ડીંગ પ્રોજેક્ટ મોનિટરિંગ, હ્યુમન રિસોર્સિસ અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ તથા ફ્યુચર રેડી ગવર્નન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.


