Site icon Revoi.in

થરા માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રચાર વેગમાં ડોર ટુ ડોર મતદારોને રીઝવવા પ્રયાસ

Social Share

કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાનાર છે ત્યારે ભાજપ ના એક જ પરિવાર ની બે પેનલો ચૂંટણી લડી રહી છે અને ભાજપ ના જ કાર્યકરો અને હોદ્દેદારો ચૂંટણી લડી રહ્યા છે તેવું સાબિત કરવા માટે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે થરા ખાતેની બાલાજી જીન માં પત્રકારો ને સમગ્ર ચૂંટણી અંગે માહિતગાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ મજબૂત માણસ જોડે થવાના કેમકે અમે વર્ષોથી ભાજપનું જ કામ કર્યું છે અને આજે પણ ભાજપ માટે અને ભાજપના કાર્યકરો ના હિત માટે ચૂંટણી લડી રહ્યા છીએ.

આ અંગે અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે હું શરૂઆત થી 18 વર્ષનો હતો ત્યારથી ભાજપ માટે મજૂરી કરી રહ્યો છું અને આજે પણ ભાજપ માટે લડી રહ્યો છું થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માં મારી ઉપર એવા આક્ષેપ કરાઈ રહ્યા છે હું ભાજપ સામે ચૂંટણી માં ઉભો છું તે વાત તદન ખોટી છે અમે માર્કેટ યાર્ડની ચૂંટણી લડવા 14 જેટલા લોકોને મેન્ડેટ આપવા માંગ કરી હતી તેમાં અમને પાર્ટી ને જે અનુકૂળ લાગે તેટલા મેન્ડેટ આપી આમારો સમાવેશ કરશે પરંતુ તેવું ન થયું ત્યારે અમારા કાર્યકરો અને વોટર્સ ભાજપના છે એટલે ભાજપના હિત અને તાલુકાના હિત માટે ચૂંટણી લડી રહ્યા છીએ અને ગામેગામ અમે અમારા કરેલા કામો ને આગળ કરી મત માંગી રહ્યા છીએ

Exit mobile version