અમદાવાદમાં નોન પ્રોફેશનલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ TCLની 14મી સિઝનનું આયોજન થયું
અમદાવાદ : અમદાવાદના આંગણે નોન પ્રોફેશનલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL, સિઝન 14નું)” ઉત્સાહ ભેર આયોજન થયું હતું. વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)” ગુજરાત ભરના વિવિધ શહેરોમાં યોજાતી આવી છે, તેમાં પણ અમદાવાદમાં આ ટુર્નામેન્ટ 13 વર્ષથી રમાઈ રહી છે. આ વખતે પણ મહિલા ક્રિકેટ રસિકો માટે T20 વર્લ્ડ કપના ફીવર વચ્ચે આ આયોજન થયું. “સ્પ્રિન્ટએરા ગ્રુપ” દ્વારા જેકપોટ અને ક્લબ બેબીલોનના સહયોગથી વુમન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)” સિઝન 14નું આયોજન 17 અને 18 ડિસેમ્બરના રોજ ક્લબ બેબીલોન (ક્રિકેટ ગ્રાઉન્ડ), સાયન્સ સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું.
દર વર્ષે ખીમજી રામદાસ, ક્લબ બેબીલોન, ડીકેથલોન, રોયલ ક્વેસ્ટ, જેકપોટ ડીલ્સ, આલાયમ રીહેબ, માયક્રોફાઈન, અમાની ગ્રુપ, ફ્લરીશ, હ્યુન્ડાઇ કાર, ટીવીએમ પીઆર, GTPL, વગેરે, જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારો સહકાર મળતો રહે છે.
“વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)” એ નોન પ્રોફેશનલ મહિલા ક્રિકેટર માટે આયોજિત ટુર્નામેન્ટ છે. જેમાં વર્કિંગ વુમન, આંત્રપ્રિન્યોર્સ, સ્ટુડન્ટસ સહિતની 240 મહિલાઓ 16 ટીમમાં સામેલ થઈને રમે છે. દરેક ટીમમાં 15 વર્ષથી વધુ ઉંમરની મહિલા પ્લેયર્સ ભાગ લઈ શકે છે. આ ટુર્નામેન્ટ હાર્ડ ટેનિસ બોલ પર રમાડવામાં આવે છે.
દર વખતે આ ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલિંગ, બેસ્ટ બેટિંગ, વુમન ઓફ ધ ટૂર્નામેન્ટ, બેસ્ટ સ્ટ્રાઈકર અને રનરઅપ ટીમને મેડલ તથા વિનિંગ ટીમને TCL ટ્રોફી અને રજિસ્ટર્ડ ખેલાડીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
TCL, સિઝન 14ની વિનિંગ ટીમ “Pitch Smashers” બની છે અને રનરઅપ ટીમ Power Hitters XI બની છે. સ્પ્રિન્ટએરાને 13 વર્ષનો અનુભવ છે, જેઓ અત્યાર સુધી 14વાર ટોપ ચેમ્પિયન્સ લીગનું સફળતા પૂર્વક આયોજન કરતા આવ્યા છે. આ પહેલા રાજકોટમાં પણ TCL ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું.
ટોપ ચેમ્પિયન્સ લીગ અમદાવાદમાં 13 વર્ષથી રમાઈ રહી છે અને હવેથી ગુજરાતના વિવિધ શહેરોમાં દર વર્ષે 2થી વધુ ટુર્નામેન્ટનું આયોજન કરીને ગુજરાતમાં મહિલાઓની એક સ્ટ્રોંગ ટીમ તૈયાર કરવામાં આવશે, જે ભારતના અલગ અલગ રાજ્યોની ટીમ સાથે રમશે.
ઓર્ગનાઈઝર નિમિષા શાહે કહ્યું કે, 13 વર્ષથી “ટોપ ચેમ્પિયન્સ લીગ (TCL)” રમાઈ રહી છે અને ગુજરાતની એક મજબૂત ટીમ બનાવવામાં આવી રહી છે. જેમાં મહિલા ખેલાડીઓની કુશળતા અદભૂત રીતે ઉભરીને સામે આવી રહી છે. જે ભવિષ્યમાં ગુજરાતનું નામ દેશમાં રોશન કરી શકે છે.
આ ઉપરાંત ઓર્ગનાઈઝર અનંગ મિસ્ત્રીએ જણાવ્યું કે, “ટૂંક જ સમયમાં ભારતની સશક્ત, મજબૂત ટીમ તૈયાર કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય વુમન્સ ક્રિકેટને ભારત દેશ તરફથી રીપ્રેઝેન્ટ કરશે. આ જ ઉદ્દેશ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ.”