
અયોધ્યાનો ચુકાદો આપનારા 5 જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પણ બનશે સાક્ષી, CJI ચંદ્રચૂડ પણ રહેશે હાજર
નવી દિલ્હી: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાનો ચુકાદો આપનારી બંધારણીય ખંડપીઠમાં સામેલ રહેલા પાંચેય જજો હવે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવના પણ સાક્ષી બનશે. રામજન્મભૂમિ મામલાનો ચુકાદો આપનારી ખંડપીઠનું નેતૃત્વ કરનારા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, ખંડપીઠના અન્ય જજોમાં પૂર્વ સીજેઆઈ એસ. એ. બોબડે, હાલના સીજેઆઈ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર પણ આ ખંડપીઠમાં સામેલ હતા. લૉ ટુડેના અહેવાલ મુજબ, દેશભરના 50 જેટલા નામી વકીલો અને જજો આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત છે. તેમાં ઘણાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને વિખ્યાત વકીલો સામેલ છે.
ખાસ કરીને 9 નવેમ્બર, 2019ના રોજ રામજન્મભૂમિ મામલાનો ચુકાદો સંભળાવનારા જજોની હાજરી ઘણી મહત્વની હશે. અદાલતે વિવાદીત જમીન પરનો સંપૂર્ણ હિસ્સો રામલલા વિરાજમાનને આપવાનો નિર્ણય કર્યો હતો. તેના સિવાય મુસ્લિમ પક્ષને અયોધ્યામાં અન્ય સ્થાને પાંચ એક જમીન મસ્જિદ બનાવવા માટે ઉપલબ્ધ કરાવાનો આદેશ આપ્યો હતો. હિંદુ પક્ષનો દાવો હતો કે અયોધ્યામાં જે સ્થાને બાબરી ઢાંચો હતો, ત્યાં રામલલાનો જન્મ થયો હતો. બાબરી ઢાંચો ત્યાં પ્રાચીન રામમંદિરને તોડીને બનાવવામાં આવ્યો હતો. તેવામાં આ સ્થાન પર રામમંદિર બનાવું જોઈતું હતું. અદાલતે આ દાવાને યોગ્ય ઠેરવ્યો હતો.
2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકાર તરફથી એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં ચંપત રાય, નૃપેન્દ્ર મિશ્ર જેવા લોકો સામેલ છે. તેમની જ દેખરેખમાં મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે રામમંદિર આંદોલ ભારતની રાજનીતિની દશા અને દિશા બદલનારું આંદોલન છે. 1980માં શરૂ થયેલા આંદોલનની સૌથી મહત્વની તારીખ 6 ડિસેમ્બર, 1992 હતી. જ્યારે અયોધ્યામાં એકઠી થયેલી હજારો કારસેવકોની ભીડે બાબરી ઢાંચો માત્ર પાંચ કલાકમાં ધ્વસ્ત કરીને તેના કાટમાળને હટાવી દીધો હતો. આ ઘટના બાદ દેશભરમાંથી ભાજપની 6 રાજ્ય સરકારોને બરખાસ્ત થઈ હતી.
મહત્વપૂર્ણ છે કે રામમંદિરનો ચુકાદો સંભળાવનારી ખંડપીઠનો હિસ્સો રહેલા તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગો હાલ રાજ્યસભાના મેમ્બર છે. તેમને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે મનોનીત કર્યા હતા. આ બેંચમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, એસએ બોબડે અને હાલના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઈ. ચંદ્રચૂડ સામેલ હતા. ઉલ્લએખનીય છે કે ખંડપીઠનો હિસ્સો રહેલા જસ્ટિસ અબ્દુલ નજીર હાલ આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે.