
ચીનની કંપની દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના માટે 6 કિમી લાંબી સુરંગ બનાવશે
- ચીનની કપંની બનાવશે દેશની 6 કિમી લાંબી સુરંગ
- ચીનની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને કાનમગીરી સોંપાઈ
દિલ્હીઃ-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહનએ દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના હેઠળ માટે નવા અશોકનગરથી સાહિબાબાદના સુધી બનનારી સાડા 5 કિલોમીટર લાંબી સુરંગના નિર્માણ કરવાનો કોન્ટ્રેક્ટ એક ચીની કંપની શંધાઈ ટનલ ઈન્જિનિયરિંગ કંપની લિમિટેડને આપ્યો છે
છેલ્લા થોડા મહિનાથી લદ્દાખ સરહદે ચીની લશ્કર અટકચાળા કરી રહ્યું છે અને ભારત ચીન વચ્ચે અથડામણ ચાલી રહી છે આ સમગહ્ર વાતાવરણ વચ્ચે જ્યારે ચીની ચીજોના બોયકોટની વાત થઇ રહી છે તો આ ટનલનું કામ ચીની કંપનીને શી રીતે સોંપી શકાય આ અનેક સવાલોએ જોર પકડ્યું છે.
દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ રેલ્વે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) લાગુ કરનાર એનસીઆરટીસીએ જણાવ્યું હતું કે કરારને નિર્ધારિત પ્રક્રિયા અને માર્ગદર્શિકા મુજબ આપવામાં આવ્યો છે. એનસીઆરટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા પ્રાપ્ત બિડને વિવિધ સ્તરે મંજૂરી લેવાની હોય. નિયત પ્રક્રિયા અને માર્ગદર્શિકા પછી જ કરાર આપવામાં આવ્યો છે.
જો કે સુત્રોનું કહેવું છે કે, ચીની કંપનીને આ ઓર્ડર હજુ સુધી ચોક્કસ અપાયો નથી. એ વાત સાચી કે ચીની કંપનીએ સૌથી ઓછી રકમનું ટેન્ડર ભર્યું છે. અન્ય કંપનીઓનાં ટેન્ડર વધુ રકમના છે એટલે સ્વાભાવિક રીતે ચીની કંપનીને આ ઓર્ડર મળે તેવી વાત વહેતી થઈ છે.આ બાબતે સરકારને સ્પષ્ટી કરણ આપ્યું કે,રેપીડ રેલ પ્રોજેક્ટ ટ્રાન્ઝીટ સિસ્ટમની ટનલ બનાવવાનો ઓર્ડર હજુ ચીની કંપનીને અપાયો નથી. આ અંગે કોઈ છેલ્લો નિર્ણય લેવાયો નથી.
સાહિન-