દુશ્મનોની હરકત પર દેશ રાખશે તેજ નજર -ભારતીય સેનાની 850 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના
- ભારતીય સેના ખરિદશે 800થી વધુ સ્વેદેશી ડ્રોન
- હવે દુશ્મનોની હરકત પર રહેશે ખાસ નજર
દિલ્હીઃ- વિશ્વભરના દેશઓ માટે આતંકવાદ મોટો પડકાર બની રહ્યો છે ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પાકિસ્તાન અને ચીન જેવા દેશો સતત અહીની શાંતિ ભંગ કરવા તત્પર રહે છે જો કે દેશની સેના તેમને વળતો જવાબ આપવા ખડેપગે છે ,છેલ્લા ઘણા સમયથી ચીનની સતત નજર દેશ પર રહેલી છે જો કે હવે ચીન પર ભારત પણ બાજ નજર રાખવા સ્વદેશી નેનો ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સેના પોતાની તાકાતમાં વધારો કરશે, ભારતીય સેના હવે 850 સ્વદેશી નેનો ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે.આ સાથે જ ચીન સહિત ઉત્તરીય સરહદો પર ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા આતંકવાદ વિરોધી કામગીરી માટે સેના આ ડ્રોન ખરીદશે. આ ખાસ પ્રકારના ડ્રોન ઈમરજન્સી પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ હેઠળ ખરીદવામાં આવી રહ્યા છે.જે સ્વદેશી હશે.
આ ડ્રોન દ્વારા ભારતીય સેનાને અનેક વિસ્તારોમાં ચાલી રહેલી ગતિવિધિઓની માહિતી સરળતાથી મળી જશે, જે સેનાની નજરથી દૂર છે. જ્યારે ભારતીય સેનાને દુશ્મનની દરેક ચાલ વિશે સચોટ માહિતી મળશે, ત્યારે સફળ ઓપરેશન્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.
ચીન સાથેના સતત તણાવ અને યુક્રેન રશઇયા વચ્ચેની તણાવની સ્થિતિ વચ્ચે ભારત પણ પોતાની સુરક્ષાને બમણી બનાવામાં વ્યસ્ત છે.સતત સેનાની તાકાત વધારવા પર કેન્દ્રની સરકાર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.આ સહીત સેનાની પરંપરાગત કામગીરી, આતંકવાદ વિરોધી કામગીરી અને વિસ્તારની બહારની આકસ્મિક કામગીરીમાં વિશેષ કામગીરી હાથ ધરવાનું કામ સોંપવામાં આવે છે, જેમાં લક્ષ્ય વિસ્તારોમાં સંભવિત જોખમોની સ્થિતિમાં સતર્ક રહેવાની જરુર હોય છે.