મેંગલુરુમાં દેશનું બીજું ‘ભારત માતા મંદિર’ બંધાયું,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન
મેંગલુરુ:ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે શનિવારે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં અમરગિરી ખાતે ભારત માતા મંદિરનું ઉદ્ઘાટન કર્યું.આ મંદિર તમિલનાડુમાં કન્યાકુમારીના મંદિર પછી ભારત માતાનું બીજું મંદિર છે, જે જિલ્લાના પુત્તુર તાલુકામાં અમરગિરી, ઈશ્વરમંગલા વિસ્તારમાં બાંધવામાં આવ્યું છે.આ મંદિર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
પ્રતિષ્ઠાનના પ્રશાસક ધર્મદર્શી અચ્યુત મૂડેથાયાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટની અઢી એકર જમીનમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે, જેનો હેતુ લોકોના મનમાં દેશભક્તિની ભાવના જગાડવાનો ભારત માતાના મહાન યોદ્ધાઓને યાદ કરવાનો છે.
મંદિરમાં ભારત માતાની છ ફૂટ ઊંચી પ્રતિમા અને સૈનિકો અને ખેડૂતોની ત્રણ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલા શાહે હનુમાનગિરી ખાતે પંચમુખી અંજનેય મંદિરની મુલાકાત લીધી હતી.તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા અને રાજ્ય ભાજપના અધ્યક્ષ નલિન કુમાર કટીલ પણ હતા.