
ઝારખંડના મુખ્યમંત્રીને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે ન આપી રાહત, હાઈકોર્ટ જવા જણાવ્યું
રાંચીઃ- ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વઘતી જોવા મળી રહી છે.કારણ કે
મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટ એ ઈડીના સમન્સ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે હાઈકોર્ટમાં જવાનું કહ્યું છે.
જાણકારી પ્રમાણે હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી છે. હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં બીજી અરજી દાખલ કરી હતી.ઈડી ના નવા સમન્સને પણ પડકારવામાં આવ્યો છે. ઈડી એ તેમને રાંચીમાં જમીનના પાર્સલના વેચાણ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે.
સોરેન માટે મુકુલ રોહતગીએ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચમાં કહ્યું કે તેમને સંપૂર્ણ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં જઈને રાહત માંગવાનું કહ્યું. કેસ હાઈકોર્માંટ શરૂ થવો જોઈએ.
આ સહીત હેમંત સોરેને અરજીમાં આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં કાનૂની પડકાર હોવા છતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ જારી કરવાનું ચાલુ રાખ્યું છે.નવા સમન્સ અને તેને રદ કરવા પર રોક લગાવવાની માંગ કરતા મુખ્યમંત્રીએ અરજીમાં જણાવ્યું છે કે તેમને ધમકાવવા, અપમાનિત કરવા અને ડરાવવા માટે ‘વારંવાર’ જારી કરાયેલા સમન્સ ‘રાજકીય રીતે પ્રેરિત’ છે.
વઘુ વિગત અનુસાર હેમંત સોરેનના મતે, ‘અપમાનજનક, અયોગ્ય અને ગેરકાયદેસર’ હોવા ઉપરાંત, આ સમન્સનો હેતુ રાજ્યના મુખ્ય પ્રધાનના ઉચ્ચ પદને નબળી પાડવાનો છે. સમન્સમાં તેમને ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે સંબોધવામાં આવ્યા છે અને તેમની વ્યક્તિગત ક્ષમતામાં નહીં.