
યુવતીઓના ફેશન ટ્રેન્ડમાં કોલ્હાપુરી ચપ્પલનો વધ્યો ક્રેઝ, જાણો આ ફેશન સાથે જોડાયેલી મહત્વની વાતો
કોલ્હાપુરી ચપ્પલ વિશે આપણે ઘણુ સાંભળ્યું હશે જો કે આજકાલ યુવતીઓ પણ ફેશન તરફ આકર્ષાઈ રહી છે જેમાં અવનવી પેટર્ન જોવા મળે છે જે દરેક પ્રકારના ક્લોથવેર સાછે મેચ થાય છે.
આ ફૂટવેર ખાસ કરીને પગને આરામ આપે છે. કોલ્હાપુરી ચપ્પલનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ ચપ્પલ સદીઓથી ભારતીય ફેશનમાં છે. તમે તેને કોઈપણ ડ્રેસ સાથે મેચ કરી શકો છો અને પહેરી શકો છો. આ ખૂબ જ મજબૂત અને ટકાઉ ચંપલ છે.
આ કોલ્હાપુરી ચપ્પલ મુખ્યત્વે કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં ડિઝાઇન કરવામાં આવી છે, તેથી તેઓ કોલ્હાપુરી ચપ્પલ તરીકે પ્રખ્યાત છે. આ ચપ્પલની સૌથી ખાસ વાત એ છે કે તે 13મી સદીથી પહેરવામાં આવે છે.
આ કોલ્હાપુરી ચપ્પલ ખૂબ જ આકર્ષક અને સુંદર લૂક વાળી હોય છે. આમાં તમને દરેક સાઈઝના ઓપ્શન મળી રહ્યા છે. તમે આ ફૂટવેરને ભારતીય અને પશ્ચિમી ડ્રેસ સાથે જોડી શકો છો.માર્કેટમાં ચપલનું ખૂબ જ સારું કલેક્શન છે. તેનાથી પગને ખૂબ આરામ મળે છે.
મહિલાઓ માટે લેડીઝ હબ કોલ્હાપુરી ચપ્પલ આ કોલ્હાપુરી ચપ્પલ ખૂબ જ સુંદર ડિઝાઇન સાથે આવી રહી છે. તેમની પાસે ફ્લેટ પેટર્ન છે, જે બંધ થવા પર સ્લિપ સાથે આવે છે. આ ખૂબ જ ઓછા વજનના કોલ્હાપુરી ચપ્પલ છે.
જો આ ફેશનમાં સ્લીપરની વાચત કરીએ તો આ સ્લીપર્સ નિયમિત ફિટ હોય છે જે પગમાં નડતા નથી. ચામડામાંથી બનેલા આ ચંપલ ખૂબ જ મજબૂત અને નક્કર હોય છે.
આ સાથે જ મહિલાઓ માટે બ્રાઉન કલરની આ કોલ્હાપુરી ચપ્પલ જોવામાં ખૂબ જ સુંદર છે. તમે તેમને કેઝ્યુઅલ ડ્રેસ સાથે જોડીને ખૂબ જ સારો દેખાવ મેળવી શકો છો.
આ સહીત તમને આ કોલ્હાપુરી ચપ્પલ પર જયપુરી વર્ક મળશે. આ કોલ્હાપુરી ચપ્પલ બ્રાઉન કલરના છે જે તમામ પ્રકારના આઉટફિટ્સ સાથે જાય છે. તેઓ ફ્લેટ પેટર્નમાં આવે છે, જે અંદર ચાલવા માટે એકદમ આરામદાયક છે. જ્યારે ગંદા હોય, ત્યારે તમે તેને સૂકા કપડાથી સાફ કરી શકો છો.