![આ વેલ પર ઉગતા જીણા-જીણા પાન તમારી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ](https://www.revoi.in/wp-content/uploads/2023/06/128.jpg)
આ વેલ પર ઉગતા જીણા-જીણા પાન તમારી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ
કદાચ જે લોકો ગામડામાં રહેતા હશે તેમણે ચણોઠી વિશએ સાંભળ્યું હશે, ચણોછી એક પ્રકારના બીજ હોય છે જે અડઘા લાલ અને અડઘા કાળા રંગના હોય છે આ તો થી બીજની વાત પણ આ બીજ જે વેલા ઉપર લાગે છે તે વેલાના પાનને ચણોઠીના પાન કહે છે,જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ઉપયોગી છે.
આ પાન જીણા અને લીલા રંગના હોય છે, જે દેખાવમાં સેમ ટૂ સેમ ખાટી આમંલીના પાન જેવા જ લાગે છે પણ આ જીણા જીણા પાન તમારી નાની મોટી સમસ્યામાં રામબાણ ઈલાજ તરીકે કરે છે કામ
ચણોઠી ના પાનને પાણીથી મિક્સ કરીને પીસીને પીવાથી અસહ્ય માથાના દુખાવામાં રાહત મળે છે અટલું જ નહી જે લોકોની આંખો નબળી છે તેમણે પણ આ પાનને ચાવીને દરરોજ સવારે ખાવા જોઈએ જેનાથઈ આંખોની રોશની તેજ બને છે.
આ સાથે જ કોઈ જગ્યાએ વાગ્યું હોય છોલાય ગયું હોય ત્યારે જે બળતરા થાય છે, તે જગ્યાએ ચણોઠીના પાનનો લેપ લગાવાથી મોટી રાહત થાય છે.ખાસ કરીને આપણા વડિલો આ પાનને મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે ઉપયોગમાં લેતા હતા જીભમાં ચાંદી પડી હોય કે મોઢામાં ચાંદા પડ્યા હોય, મોઢું આવી ગયું હોય ત્યારે આ પાનને ચાવીને રસ ગળી જવાથી રાહત મળે છે.
સફેદ ચણોઠી ના પાન ચાવીને ખાવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે. તેના મૂળ પાણીમાં વાટી સુંઘવાથી આધાશીશી મટે છે. ચણોઠી ના પાન વાટીને ચોપડવાથી પિત્ત થી થતા વિપર્સ અને ગુમડા મટે છે.સફેદ ચણોઠી ના ચૂર્ણથી પકવેલું અને ભાગરાનું ચૂર્ણ નાખીને શુદ્ધ કરેલું તલનું તેલ માથામાં લગાડવાથી માથાનો ખોડો દુર થાય છે. સફેદ ચણોઠી નું ચૂર્ણ ચોપડવાથી માથાની ઉંદરી તાલ માંથી દૂર થાય છે.