અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં આવતીકાલે રાત્રી કર્ફ્યુની મુદત પૂર્ણ થશે
- રાત્રિ કર્ફ્યુમાં વધારો થવાની શકયતા
- સરકારે આવતીકાલે લેશે નિર્ણય
અમદાવાદ: અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. આવતીકાલે બુધવારે કરફ્યુની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. બીજી તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેથી રાત્રિ કરફ્યુ વધારવામાં આવે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં હાલ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફયુ અમલી છે જયારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રે 9 થી સવારના 6 સુધી કર્ફયુ અમલમાં છે. આવતીકાલે રાત્રી કર્ફયુ પુરો થવા જઇ રહ્યો છે ત્યારે ફરી એક વખત 15 એપ્રિલ સુધી રાજકોટમાં રાત્રીના 10 થી સવારના 6 અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રીના 9 થી સવારના 6 સુધી રાત્રી કર્ફયુની અમલવારી ચાલુ રાખવામાં આવે તેવી શકયતા છે. જો કે, આ અંગે નિર્ણય કાલે લેવાશે.


