Site icon Revoi.in

પાલનપુર-અંબાજી હાઈવે પર સળગેલી કારમાં ચાલક ભડથુ થયેલી મૃત હાલતમાં મળ્યો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ પર સળગી ગયેલી કારમાં ભડથુ થઈ ગયેલો મૃતદેહને જોતા સ્થાવિક લોકોએ પોલીસને જાણ કરી હતી, અમદાવાદ પાર્સિંગની GJ01 HJ 9718 નંબરની કારમાં આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગયેલી જોવા મળી હતી.  વહેલી સવારે ત્યાંથી પસાર થતાં લોકોને નજરે પડતાં લોકો પણ ત્યાં ચોંકી ઉઠ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરોઢમાં આ બનાવ બન્યાંની શક્યતા છે. સવારે જ્યારે ત્યાંથી સ્થાનિકો નીકળ્યા હતા, ત્યારે કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયેલી હાલતમાં જોઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાલનપુર-અંબાજી હાઈવે પર વહેલી પરોઢે સળગી ગયેલી કારમાં ભડથું થઈ ગયેલા તેનાચાલકને જોતા જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. વડગામ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. કારમાં આગ લાગતા ડ્રાઇવરનું મોત નિપજ્યાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યુ છે. બળેલી કાર જોઈ વહેલી સવારે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે. કાર કેવી રીતે સળગી તેની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. પોલીસે હાલ કારના નંબરના આધારે તેના પરિવારનો સંપર્ક કર્યો છે.

આ અંગે વડગામ પીએસઓએ જણાવ્યું હતું કે, ધનપુરા નજીક સળગેલી કાર મળી છે. કારમાં મળેલી મૃતક વ્યક્તિની હજી સુધી ઓળખ થઈ નથી. પણ કારના નંબરના આધારે પોલીસ સંપર્ક સાધી રહી છે.