1. Home
  2. ગુજરાતી
  3. કોરોના અને ફ્લૂ બંનેને એકસાથે ખતમ કરશે આ દવા,બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર,ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ
કોરોના અને ફ્લૂ બંનેને એકસાથે ખતમ કરશે આ દવા,બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર,ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ

કોરોના અને ફ્લૂ બંનેને એકસાથે ખતમ કરશે આ દવા,બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર,ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ

0
Social Share
  • કોરોના અને ફ્લુનો થશે ખાત્મો
  • ‘ફ્લુવિડ’ થી ખતમ થશે બંને રોગ
  • બ્રિટિશ બાયોટેક ફર્મએ કરી તૈયાર
  • ટ્રાયલમાં જોવા મળ્યા શાનદાર પરિણામ

દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.આ સિવાય ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,જેને પગલે બ્રિટનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે,તેઓએ એક ગોળી વિકસાવી છે જે કોવિડ અને ફ્લૂ બંનેનો સામનો કરી શકે છે.તેમણે નવા ટ્રાયલના પરિણામોના આધારે આ તરફ ધ્યાન દોર્યું છે.યુકેની વેસ્ટ સસેક્સ સ્થિત બાયોટેક ફર્મ iosBio એ ખુલાસો કર્યો છે કે,તેમની નવી કેપ્સ્યુલ દવાએ આ મહિનાની શરૂઆતમાં ટ્રાયલ્સમાં વધુ સારા પરિણામો દર્શાવ્યા છે. આ દવાને ‘ફ્લુવિડ’ નામ આપવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ, આ ગોળી પોસ્ટ દ્વારા લોકોના ઘરે મોકલી શકાય છે.માનવીઓ પર આ દવાનું ટ્રાયલ આ વર્ષના અંતમાં શરૂ થવા જઈ રહ્યું છે.જો આ સફળ થાય છે, તો આ દવા દ્વારા શિયાળામાં વાયરસ સામે રક્ષણાત્મક કવચ તૈયાર કરી શકાય છે. iosBio ના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ વેઈન ચેનનએ કહ્યું કે, “એવું લાગે છે કે,અમને આવનારા થોડા વર્ષો માટે બૂસ્ટર રસીકરણની જરૂર પડશે, અને અમે દર વર્ષે ફ્લૂ રસીકરણ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે આ વાયરસ સામે રસીકરણ દ્વારા જ લડી શકાય છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં લોકોને રસી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત નેસલ વેક્સિન તરફ પણ લોકોનું ધ્યાન વધી રહ્યું છે.’અવર વર્લ્ડ ઇન ડેટા’ અનુસાર, વિશ્વની લગભગ 60 ટકા વસ્તીને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. વિશ્વભરમાં રસીના 9.8 અબજ ડોઝ આપવામાં આવ્યા છે.દરરોજ સરેરાશ 2.8 કરોડ રસીના ડોઝ આપવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code