
ચૂંટણી પંચે મોંઘવારીને ધ્યાનમાં રાખી ઉમેદવારોને રૂપિયા 40 લાખનો ખર્ચ કરવાની મંજુરી આપી
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકિય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જે ઉમેદવારોના નામો જાહેર થયા છે, તેમને પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે ચૂંટણી પંચે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચમાં 12 લાખનો વધારો કરવામાં આવ્યો છે. ગત ટર્મમાં પ્રત્યેક ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂપિયા 28 લાખની હતી. જે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં રૂપિયા 40 લાખ કરાઇ છે.એટલે ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચારમાં 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થયા બાદ પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપ દ્વારા બે-ત્રણ દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.જે ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, તેમણે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે ઉમેદવારોને પણ મોંઘવારી નડી રહી છે. જોકે ચૂંટણી પંચે ખર્ચની મર્યાદામાં 12 લાખનો વધારો કર્યો છે. તેથી હવે પ્રત્યેક ઉમેદવાર ચૂંટણીમાં 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે.
ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેની કામગીરીમાં વહિવટી તંત્ર લાગી ગયું છે. જ્યારે ચૂંટણીમાં ટીકિટ મળે અને વિજય થવાય તે માટે રાજકીય પક્ષો તેમજ કાર્યકરો લાગી ગયા છે. જોકે વિધાનસભાની ચુંટણીમાં દરેક સીટના ઉમેદવારો માટે ચુંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવે છે. જેમાં વિધાનસભાની ચુંટણી-2022 માટે ખર્ચની મર્યાદામાં પણ મોંઘવારી નડી હોય તેમ વધારો કરવામાં આવ્યો છે. પ્રત્યેક વિધાનસભા સીટમાં ઉમેદવાર દીઠ ખર્ચની મર્યાદા ગત ટર્મ કરતા રૂપિયા 12 લાખનો વધારો કરવામાં આવ્યો છે.જેમાં ચાલુ વિધાનસભાની ચુંટણી માટે પ્રત્યેક ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા રૂપિયા 40 લાખ નક્કી કરવામાં આવી છે. જોકે ખર્ચની મર્યાદમાં વધારો કરતા ઉમેદવારોને આંશિક રાહત થવા પામી છે.જોકે રાજ્યના ચુંટણી પંચ દ્વારા વિધાનસભાના પ્રત્યેક સીટના ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂપિયા 40 લાખ નક્કી કરવામાં આવી છે. પરંતુ આ ખર્ચ કઇ કઇ જગ્યાએ કરવો તેની જાણ ઉમેદવારી ફોર્મની સાથે જ આપવામાં આવશે.