1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી
મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી

0
Social Share
  • મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા
  • તીવ્રતા 3.5 નોંધવામાં આવી
  • જાનહાનિ કે નુક્સાનની કોઈ માહિતી આવી નથી

મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી. ભૂકંપ નાસિકથી 95 કિમી પશ્ચિમમાં થયો હતો.

ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટરની અંદર હોવાનું કહેવાય છે. જો કે આ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારના જાન માલના નુકસાન વિશેની કોઈ માહિતી સામે આવી નથી. આ પહેલા ગુરુવારે સવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જો કે ભૂકંપના આંચકા આવા પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકબીજા સાથે ફસાયેલી રહે છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ભારતમાં પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ હિલચાલ વધારે હોય છે અને કેટલાક સ્થળોએ ઓછી હોય છે. આ શક્યતાઓના આધારે ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કેટલીક વાર તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધી જાય છે.

ભૂકંપ જેવી કુદરતી આપદાનો કોઈ અંદાજો આવી શકતો નથી. ત્યારે ભૂકંપ આવતા કઈ વાતનું ધ્યાન રાખવું તે લોકોએ ખાસ જાણવાની જરૂર છે. લોકોએ ભૂકંપ આવે ત્યારે વ્યક્તિ ઓફિસ કે ઘરે હોય તો તરત ખુલ્લા મેદાન તરફ ભાગવું અને ઈમારત, વીજળીના થાંભલા કે કોઈ દરવાજા હોય ત્યાંથી દૂર રહેવું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code