ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીના પિતાના નિધનને લઈને પીએમ મોદીએ લખ્યો પત્ર
દિલ્હીઃ- ભારતની ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમી રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ બાદ પિતાને ગુમાવ્યા છે. દિલ્હી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ઉમેશ યાદવના પિતાનું નિધન થયું હતું.
જાણકારી પ્રમાણે આ દુઃખદ ઘટના બાદ પણ તે દેશ માટે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ મેચ રમવા ગયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેશ યાદવને તેમના પિતાના નિધન પર એક પત્ર લખ્યો છે.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું ગત સપ્તાહે બુધવારે 22 ફેબ્રુઆરી નિધન થયું હતું. દિલ્હી ટેસ્ટ મેચ પૂરી થયા બાદ ઉમેશ તેના પિતા સાથે હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની તબિયત ખરાબ હતી. તિલક યાદવની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
હવે આ ક્રિકેટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલ એક પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ પત્રમાં વડાપ્રધાને ક્રિકેટરના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીને મળેલા આ પત્રને શેર કરતા ઉમેશે લખ્યું, ‘મારા પિતાના દુઃખદ અવસાન પર તમારા શોક સંદેશ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર. આ હાવભાવ મારા અને મારા પરિવાર માટે ઘણો અર્થપૂર્ણ છે.