Site icon Revoi.in

ભરૂચના આમોદમાં હાઈવા ટ્રક હાઈટેન્શન વાયરને સ્પર્શતા લાગી આગ

Social Share

ભરૂચઃ જિલ્લાના આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રક માટી ખાલી કરીને પરત ફરી રહી હતી ત્યારે હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને સ્પર્શી જતાં આગ ભભૂકી ઊઠી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા નિહાળી લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી, ફાયરબ્રિગડના સ્ટાફે દોડી આવીને આગને બુઝાવી દીધી હતી. આ બનાવમાં ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ ટ્રકમાંથી કૂદી પડતાં પોતાનો જીવ બચાવી લીધો હતો

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઈવા ટ્રક માટી ખાલી કરીને પરત ફરી રહી હતી ત્યારે હાઈવા ટ્રક વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને સ્પર્શી જતાં આગ ભભૂકી ઊઠી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા નિહાળી લોકો દોડી આવ્યા હતા  ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ ન શકી અને મોટી દુર્ઘટના ટળી હતી.

ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટના પણ ઉનાળાની ગરમી અને હાઈટેન્શન લાઈનના સંપર્કના કારણે બની હોવાનું અનુમાન છે. આમોદમાં બનેલી આ ઘટના એક ચેતવણીરૂપ છે કે ઉનાળામાં આગ લાગવાના જોખમો વધે છે અને સાવચેતી રાખવી જરૂરી છે. ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી, પરંતુ આવી ઘટનાઓને ટાળવા માટે વધુ સાવચેતી અને જાગૃતિ જરૂરી છે.