
વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ સમયે જોવા મળશે,જાણો શું છે સૂતકનો સમય
- આ સમયે જોવા મળશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ
- સૂતકનો સમય અત્યારથી જાણી લો
- બસ થોડા દિવસની વાર
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 16 મેના રોજ જોવા મળશે અને તે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગી ચુક્યું છે. 30 એપ્રિલે આ સૂર્યગ્રહણ બાદ હવે 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ છે જેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે.
આમ તો બ્રંહ્માંડમાં લાખો એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે આપણને જાણ પણ હોતી નથી પણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે જાણકારો કહે છે કે હાલમાં થયેલા સૂર્ય ગ્રહણનું સુતક અહીં લાગુ ન હતું પડ્યું કારણ કે ભારતમાં સૂર્યગ્રહણ ન હતુ દેખાયું. તેવી જ રીતે આવનારા પૂર્ણ ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં, કારણ કે તે ભારતમાં તે દેખાશે નહીં.
આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બર 2022ના રોજ થશે. આ ગ્રહણ સાંજે 05:28 થી 07:26 સુધી રહેશે. આ ગ્રહણ ભારતના કેટલાક ભાગોમાં દેખાશે. હિંદુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણ દરમિયાન કેટલાક કામ કરવાની સખત મનાઈ છે. જેમાં ગ્રહણ દરમિયાન ખાવા-પીવા, મંદિરના દરવાજા ખુલ્લા રાખવા, ગર્ભવતી મહિલાઓને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.