1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે
જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને આતંકી નેટવર્કનો ખેલ ખતમ થશે

0
Social Share

નવી દિલ્હી, 29મી ડિસેમ્બર 2025 : જમ્મુ-કાશ્મીર પોલીસે સરહદ પારથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને આતંકવાદી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે એક નવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) તજિંદર સિંહે પૂંચમાં એક ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં તેમણે ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ (HUMINT) ને મજબૂત કરવાના કડક નિર્દેશ આપ્યા છે.

  • નવી ટેકનિક અને બીટ સિસ્ટમ પર ભાર

DIG તજિંદર સિંહે અધિકારીઓને જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીની સાથે માનવીય બાતમીદારોનું નેટવર્ક વધારવું અત્યંત જરૂરી છે. તેમણે સૂચના આપી હતી કે, આતંકવાદીઓને મદદ કરનારા માળખા અને નશાના સોદાગરોની ઓળખ કરી તેમની પર સતત દેખરેખ રાખવી. દરેક પોલીસ સ્ટેશન સ્તરે બીટ સિસ્ટમને અસરકારક બનાવી, સ્થાનિક સ્તરેથી ઇન્ટેલિજન્સ ઇનપુટ મેળવવા. લોકો સાથે સીધો સંવાદ સાધીને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોની વિગતો એકઠી કરવી.

આ બેઠકમાં પૂંચના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SSP) શફકત હુસૈને જિલ્લાની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. બેઠક બાદ DIG તજિંદર સિંહ અને SSP શફકત હુસૈને લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આવેલા કિર્ની અને કસ્બા ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. બંને ઉચ્ચ અધિકારીઓએ ગ્રામીણ લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી.

SSP શફકત હુસૈને ગ્રામજનોને આશ્વાસન આપતા કહ્યું કે, “પૂંચ પોલીસ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા અને જરૂરિયાતો માટે હંમેશા તત્પર છે. પોલીસના કાર્યક્ષેત્રમાં આવતી તમામ ફરિયાદોનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે.” અધિકારીઓએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક લોકોને પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સહયોગ આપવા અપીલ કરી હતી. પોલીસનું માનવું છે કે જો સ્થાનિક લોકો સજાગ રહીને માહિતી આપશે, તો ડ્રગ્સ માફિયાઓ અને રાષ્ટ્રવિરોધી તત્વો પર લગામ લગાવવી વધુ સરળ બનશે.

આ પણ વાંચોઃબાંગ્લાદેશમાં હિંસા: પિરોજપુરમાં હિન્દુ પરિવારના ઘરને ફૂંકી માર્યું 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code