1. Home
  2. ગુજરાતી
  3. મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

0

નોઈડાઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયાનું પ્રખ્યાત પાત્ર ‘મંજુલિકા’ યાદ હશે. ભૂલ ભૂલૈયામાં, વિદ્યા બાલને મંજુલિકાના પાત્રમાં તેના અભિનયને જીવ રેડી દીધો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોમાં શકાય છે કે, એક છોકરી મંજુલિકાના ગેટઅપમાં મેટ્રો કોચમાં ઉભેલી છે. આ દરમિયાન તે લોકોને ડરાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. જો કે, આ વીડિયો નોઈડાનો હોવાનો તથા જાહેરાતના શુટીંગનો હોવાનું સામે આવ્યું છે.

મંજુલિકાના ડ્રેસમાં મેટ્રોમાં ફરતી આ યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર ફની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને ફની કહી રહ્યા છે તો કેટલાકે તેના પર વાંધો ઉઠાવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘ગરીબ છોકરીને સીટ માટે કેટલી મહેનત કરવી પડી’. તો બીજી તરફ બીજાએ લખ્યું કે, ‘મહિલાઓ માટે આરક્ષિત સીટ પર બેઠેલા પુરુષની હાલત ખરાબ થઈ ગઈ છે.’ અન્ય એક યૂઝરે લખ્યું છે કે, સાર્વજનિક સ્થળે આવુ વર્તન કરવું યોગ્ય નથી. આ અંગે કાર્યવાહી થવી જોઈએ. આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્સ આવી છે.

દરમિયાન હવે આ વીડિયો વિશે એક સત્ય સામે આવ્યું છે. વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો એક જાહેરાતનો છે. મેટ્રોમાં શૂટ થઈ રહેલી જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જાહેરાતના શૂટિંગ માટે તમામ જરૂરી પરવાનગીઓ લેવામાં આવી હતી. તેમ નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.