1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

0
Social Share

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં દેશમાં લઘુમતીઓ સામે થયેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, આવી ઘટનાઓને અંજામ આપવાનાઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમે એવુ નથી ઈચ્છતા કે એવી કોઈ ઘટના બને જેથી હિન્દુઓને મુશ્કેલી થાય.

બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાએ ગૃહમંત્રીને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ લોકોને સોશિયલ મીડિયા ઉપર ભરોસો નહીં રાખીને તથ્થોની તપાસ કરવા માટે પણ અપીલ કરી હતી. દૂર્ગા પૂજા સમારોહ દરમિયાન સોશિયલ મીડિયામાં એક કથિત ઈશનિંદા પોસ્ટ સામે આવ્યા બાદ ગત બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા વધ્યાં છે. રવિવારે રાતના ટોળાએ 66 મકાનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. મંગળવારે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન શેખ હસીનાએ ગૃહમંત્રી અસદુજ્જમા ખાનને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યાં હતા. બીજી તરફ ગૃહમંત્રીએ આ ઘટનાને બાંગ્લાદેશની અંદરની હોવાની જણાવી હતી.

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ ઉપર હુમલાને પગલે ભારતમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનારી ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ ઈસ્કોનએ મંગળવારે કહ્યું કે, તે પોતાનો અવાજ આગળ વધારવા માંગે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code