
વર્ષ 2023માં મુસ્લિમોની વસ્તી 19 કરોડને પાર થશે,આ અંગે લોકસભામાં કેન્દ્રીયમંત્રી એ આપી જાણકારી
દિલ્હીઃ- દેશભરમાં મુસલ્માનોની સંખ્યાને લઈને અવાર નવાર મુદ્દાઓ ઉઠતા રહ્યા છે ત્યારે હવે લોકસભામાં કેન્દ્રની સરકારે આ અંગે સંપૂર્ણ જાણકારી રજૂ કરીલ હતી જેમાં મુસ્લિમોની સંખઅયા વર્ષ 2023 સુધી કેટલી છે તે જણાવાયું હતું.
માહિતી અનુસાર સરકારે લોકસભામાં જણાવ્યું કે 2023માં ભારતમાં મુસ્લિમોની અંદાજિત વસ્તી 197.5 મિલિયન હોવાનો અંદાજ છે. લોકસભામાં તૃણમૂલ સાંસદ માલા રાયના પ્રશ્નના લેખિત જવાબમાં અલ્પસંખ્યક બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ માહિતી શેર કરી હતી.
લઘુમતી પ્રધાને તે સાથે જ મુસ્લિમોના શૈક્ષણિક દર, તેમને મળી રહેલી પેયજળ, શૌચાલય અને આવાસ જેવી પ્રાથમિક સુવિધા સહિતની જાણકારી પણ આપી હતી. પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સાંસદે પસમંદા મુસ્લિમોના વસતીના આંકડા વિશે પૂછેલા પ્રશ્ન અંગે લઘુમતી બાબતોના પ્રધાને મૌન સેવ્યું હતું.
મંત્રી ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમોની વસ્તી 17.22 કરોડ હતી, જે દેશની કુલ વસ્તીના 14.2 ટકા છે. આ સહીત તેમણે કહ્યું કે “જનસંખ્યા અનુમાન પરના ટેકનિકલ ગ્રુપ નેશનલ પોપ્યુલેશન કમિશનના રિપોર્ટ મુજબ, 2023માં દેશની વસ્તી 138.82 કરોડ હોવાનો અંદાજ છે. 14.2 ટકાના સમાન ગુણોત્તરને લાગુ કરવા પર, 2023માં મુસ્લિમોની અંદાજિત વસ્તી 195 કરોડ થઈ શકે છે.
મુસ્લિમ આબાદીની સાક્ષરતા વિશે પણ કહી આ વાત
તેમણે કહ્યું કે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સામયિક શ્રમ દળ સર્વે (PLFS) 2021-22 મુજબ, સાત વર્ષ અને તેથી વધુ વયના મુસ્લિમોનો સાક્ષરતા દર 77.7 ટકા છે. શ્રમ દળની ભાગીદારી દર 35.1 ટકા છે. 31 માર્ચ, 2014 પછી પ્રથમ વખત નવું મકાન અથવા ફ્લેટ ખરીદનારા અથવા બાંધનારા મુસ્લિમ પરિવારોની ટકાવારી 50.2 ટકા છે.
tags:
Lok Sabha