
અમદાવાદઃ ગુજરાતની અદાલતોમાં સરકારી કામે આવતા પોલીસ કોન્સ્ટેબલોથી લઈને અધિકારીઓ ઘણી વખત યુનિફોર્મમાં જોવા મળતા નથી. અને સિવિલ ડ્રેસમાં કોર્ટમાં હાજરી આપતા હોય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સાદા ડ્રેસમાં કોર્ટમાં આવતા પોલીસ સામે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે યુનિફોર્મ વગર જ અદાલતમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ફટકાર લગાવતા એવી ટકોર કરી હતી કે, યુનિફોર્મ પહેર્યા વિના અદાલતોમાં આવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અદાલતમાં ઉપસ્થિત રહેવાને લાયક નથી. આ ઉપરાંત હાઈકોર્ટે આ ગેરશિસ્તને લઈને ગંભીર ચેતવણી આપતાં આવા કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.
ગુજરાતની અદાલતોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગણવેશ વગર સાદા ડ્રેસમાં હાજર થતા હોય છે. આ મુદ્દાને ગેરશિસ્ત ગણીને ગુજરાત હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. હવે વર્દી પહેર્યા વિના જ હાજર થતા પોલીસ અધિકારીઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી હતી. કે, યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા અધિકારીઓ કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નથી યુનિફોર્મ વિનાના સાદા ડ્રેસમાં કોર્ટમાં હાજરી આપતા કોઈપણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અને શિસ્ત બહાર વર્તનાર અને કોર્ટ પ્રત્યે બેદરકાર રહેનારા અધિકારીઓ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા કેટસાક સમયથી સરકારી કામે આવતા પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં જોવા મળતા હોય છે. ત્યારે હાઈકોર્ટે પણ પોલીસ અધિકારીઓને યુનિફોર્મ સાથે શિસ્તનો આગ્રહ રાખ્યો છે.