1. Home
  2. ગુજરાતી
  3. કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી,પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો
કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી,પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો

કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી,પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો

0
Social Share
  • કાનપુર હિંસાની અસર બરેલીમાં પણ જોવા મળી
  • પ્રશાસને 3 જુલાઈ સુધી વિસ્તારમાં કર્ફ્યુ લગાવ્યો
  • કર્ફ્યું દરમિયાન ધરણાં પર પણ પ્રતિબંધ રહેશે

લખનઉ:બરેલી પ્રશાસન એ કાનપુર હિંસા પછી અને 10 જૂને મુસ્લિમ ધાર્મિક નેતા તૌકીર રઝા દ્વારા જાહેર કરાયેલા વિશાળ વિરોધ પહેલા સાવચેતી રૂપે વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને કર્ફ્યુ લાદી દીધો છે.વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જાહેર સ્થળે પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં.આ દરમિયાન ધરણાં પર પણ પ્રતિબંધ રહેશે.કાનપુરમાં શુક્રવારે થયેલી હિંસા બાદ કોઈપણ અપ્રિય સ્થિતિને ટાળવા માટે 3 જુલાઈ સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. કથિત રીતે બજાર બંધને લઈને કાનપુરમાં શુક્રવારે અનેક સમુદાયોના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

કાનપુરમાં શુક્રવારે કથિત રીતે બજાર બંધને લઈને બે સમુદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. કાનપુરમાં યતિમ ખાના અને પરેડ ઈન્ટરસેક્શન વચ્ચેના વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.અથડામણ બાદ બે લોકો અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે,હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક લોકોએ અન્ય સમુદાયના લોકોની દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો.દરમિયાન, રાજ્ય પોલીસે શનિવારે કહ્યું કે,કાનપુર હિંસા કેસના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મીની અન્ય ત્રણ માસ્ટરમાઇન્ડ સાથે ધરપકડ કરવામાં આવી છે.

કાનપુરના સીપી વિજય સિંહ મીણાએ કહ્યું કે,કાનપુરમાં કેટલાક લોકોએ સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.શુક્રવારે 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ એફઆઈઆર નોંધાઈ છે.અત્યાર સુધીમાં કુલ 36 લોકોની ઓળખ કરવામાં આવી છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code