1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડીઝલના ભાવ વધારાથી ખેડુતોને કળ વળી નથી ત્યાં ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકાયો
ડીઝલના ભાવ વધારાથી ખેડુતોને કળ વળી નથી ત્યાં ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકાયો

ડીઝલના ભાવ વધારાથી ખેડુતોને કળ વળી નથી ત્યાં ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકાયો

0
Social Share

અમદાવાદઃ જગતનો તાત કહેવાતા ખેડુતોની પરેશાની દુર થતી જ નથી. ડીઝલના ભાવ વધારાથી પરેશાન ખેડુતોને હવે રાસાયણિક ખાતરના ભાવ વધારાનો માન સહન કરવાનો વારો આવ્યો છે. રવી પાકની વાવણી પહેલા ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ માં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. તો બીજી તરફ, ઇફ્કો નુકશાન ખાઇને ખાતર આપતું હોવાનો ઈફ્કોના વાઈસ ચેરમેન  દિલીપ સંઘાણી એ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, 1700 રૂપિયા ગત વર્ષે જ ભાવ કર્યો હતો.  પણ લાગુ કરાયો ન હતો. રૂપિયા 1700 નો ભાવ વધારો ગઈકાલે મળેલી બેઠકમાં ઘટાડી રૂ 1450 કરાયો છે. ગત વર્ષે ખોટ ખાઈને પણ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો.’ જોકે, તેમના આ નિવેદનથી ખાતરનો ભાવ વધ્યો છે કે ઘટ્યો છે તે મામલે અસંમજસ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો  કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે. જેમાં NKP ખાતરના રૂ. 1185 જે વધારીને રૂપિયા 1440 થયા. એટલે કે પ્રતિ બેગે રૂપિયા 255 નો ભાવ વધારો કરાયો છે.NPK 12:32:16 માં રૂપિયા 1185 ના બદલે હવે રૂપિયા 1450 થયા. એટલે કે રૂ 265 નો પ્રતિ બેગે વધારો થયો છે. મહાધન 10:26:26 ના ભાવ રૂપિયા 1295 હતા, જે વધારીને રૂપિયા 1750 કર્યા. એટલે કે રૂપિયા 455 નો વધારો કરાયો છે. મહાધન 12:32:16 નો જૂનો ભાવ રૂ 1300 હતો, જે વધારીને રૂ 1800 કરાયો. 500 રૂપિયાનો વધારો થયો છે. સલ્ફેટમાં જૂનો ભાવ રૂપિયા 656 હતો, જે વધારીને રૂ 775 કરાયો. એટલે કે રૂ 119 નો વધારો કર્યો છે. આ ઉપરાંત પોટાશમાં રૂ 975 બેગનો ભાવ હતો, જે વધારીને રૂ 1040 કરાયો. રૂ 65 નો વધારો કર્યો છે.

રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્રોશ સાથે કહી રહ્યા છે કે, પહેલાથી ખાતરનો ભાવ વધારે હતો. એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ  નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહિ. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code