1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા
ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું પણ રણમાં હજુ પાણી ભરાયેલા

0

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં જોવા મળતા દુર્લભ ઘૂડખરનો સંવનનકાળનો સમય હોઇ 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. આજે 16 ઓક્ટોબરથી ઘૂડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું છે. પણ રણમાં હજી વરસાદી પાણી અને કાદચ કીચડ જોવા મળતા એની સીધી અસર પ્રવાસન ક્ષેત્ર પર જોવા મળશે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં આજે તા.16 ઓક્ટોબરથી ઘૂડખર અભયારણ્ય સહિતના ગુજરાતના તમામ 27 અભયારણ્યો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે માનીતુ સ્થળ બની ગયું છે, ઘૂડસરને નિહાળવા માટે દર વર્ષે અનેક પ્રવાસીઓ આવતા હોય છે. ધૂડસરનું વેકેશન પૂર્ણ થતાં આજથી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓના પાણી રણમાં ઠલવાતા હજી પણ રણમાં વરસાદી પાણીનો ભરાવો અને કાદવ કીચડનું સામ્રાજ્ય છે. તંત્ર દ્વારા એને યુધ્ધના ધોરણે વ્યવસ્થિત કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જેથી કરીને અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ઝડપી ખુલે એવા પ્રયત્નો હાથ ધરાયા છે. જેથી કરીને દિવાળીના તહેવારો નિમિત્તે પ્રવાસન ઉદ્યોગને એની અસર ન પડે.

વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુલ 27 અભયારણ્યો આવેલા છે. જેમાં રણકાંઠામાં 4954 ચો.કિ.મી.માં ફેલાયેલુ ઘૂડખર અભયારણ્ય પણ આવેલું છે. જ્યાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા 6082 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ઘૂડખર પ્રાણીનો સંવનનકાળનો સમય હોઇ એમને ખલેલ ન પહોંચે એટલે આ ઘૂડખર અભયારણ્ય દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સતત ચાર મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.