- પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી
- 40 વ્યક્તિઓના રેસક્યુ માટે કવાયત હાથ ધરાઈ
અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સંત વિનોબાનગર-સુખરામનગર ખાતે બ્લોક નંબર 17ની ગેલરી તુટી પડી હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બ્લોક નંબર 17 ના આશરે 8 મકાનોમાં રહેતા 40 જેટલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
આ બનાવને પગલે હાલ વિસ્તારમાં ભયનો માહોલ છે, પરંતુ બચાવ દળની ઝડપી કામગીરીથી સ્થિતિ કાબૂમાં હોવાનું મનાય છે. સ્થાનિક લોકો અને પ્રશાસન મળીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પ્રયત્નશીલ છે.

