THE KERALA STORY:બે જ દિવસમાં ફિલ્મે કરી આટલા કરોડની કમાણી,જાણીને લાગશે નવાઈ
મુંબઈ :આ શુક્રવારે રિલીઝ થયેલી અદા શર્માની ‘ધ કેરલ સ્ટોરી’ હેડલાઇન્સમાં છે. નાના બજેટમાં બનેલી આ ફિલ્મને વિવાદોનો ભરપૂર ફાયદો મળી રહ્યો છે. ફિલ્મે તેના શરૂઆતના દિવસે 8.03 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. બીજી તરફ, ફિલ્મની જોરદાર ઓપનિંગને જોતા હવે ઘણા થિયેટરોમાં તેના શોને લંબાવવામાં આવ્યા છે.
આ જ કારણ છે કે ફિલ્મે બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી, જેના આંકડા હવે સામે આવી ગયા છે. જી હા, ફિલ્મની કમાણી પહેલા દિવસની સરખામણીમાં 50%થી વધુ વધી છે. રિપોર્ટ્સ અનુસાર, ડિરેક્ટર સુદીપ્તો સેનની ‘ધ કેરલ સ્ટોરી’એ શનિવારે 13 થી 14 કરોડ રૂપિયાની વચ્ચે કલેક્શન કર્યું છે. બે દિવસની કમાણી જોઈને કહી શકાય કે ‘ધ કેરલ સ્ટોરી’ની બોક્સ ઓફિસની સફર ઘણી લાંબી થવાની છે.
‘ધ કેરલ સ્ટોરી’ની સરખામણી વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સાથે કરવામાં આવી રહી છે. જો કે, બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો બંને ફિલ્મો વચ્ચે ઘણો તફાવત છે. કાશ્મીર ફાઇલ્સે પ્રથમ દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી, જ્યારે કેરલ સ્ટોરીએ 8.03 કલેક્શન કર્યું હતું.