
કંડલાના દીન દયાળ પોર્ટ પર 292 મિટરના સૌથી લાંબા વેસલને પાર્ક કરાયું
ગાંધીધામઃ દેશના સૌથી મોટા દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાએ અત્યાર સુધીના પોતાના ઈતિહાસના સૌથી લાંબા વેસલને હેંડલ કરીને લાંગરતા પોતાની ક્ષમતાનો વધુ એકવાર દાખલો બેસાડ્યો હતો. શનિવારના બપોરે યુનાઈટૅડ કિંગડમનો ફ્લેગ ધરાવતું બર્જે ન્યાનગાની વેસલ કંડલાની 10નં. ની બર્થ પર લાંગર્યું હતું. આ જહાજ 292 મીટર લાંબુ અને 45 મીટર પહોળુ છે. પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે પાઈલોટ કેપ્ટન જી રાજદ્વારા કેપ્ટન, ડીસી પ્રદીપ મોહંતીના માર્ગદર્શન તળે આ વેસલનું સફળતા પુર્વક બર્થીંગ કરાવ્યું હતું.
કંડલા પોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈતિહાસના સૌથી લાંબા વેસલને હેંડલ કરીને લાંગરતા પોતાની ક્ષમતાનો વધુ એકવાર દાખલો બેસાડ્યો હતો. શનિવારના બપોરે યુનાઈટૅડ કિંગડમનો ફ્લેગ ધરાવતું બર્જે ન્યાનગાની વેસલ કંડલાની 10નં. ની બર્થ પર લાંગર્યું હતું. આ જહાજ 292 મીટર લાંબુ અને 45 મીટર પહોળુ છે. જહાજ સિંગાપોરના મોરા પાન્ટાઈ પોર્ટથી 1.65 લાખ એમટી ઈન્ડોનેશીયન કોલસાનો જથ્થો લોડ કરીને આગળ ચાલ્યું હતું. જેણે મુંબઈના જયગઢ પોર્ટમાં 60 હજાર એમટી કોલસો અનલોડ કર્યો હતો, તો હવે ડીપીટીમાં લાંગરીને અહી 1.05 લાખ મેટ્રીક ટન કોલસો ઉતારશે. ડીપીટીએ ગયા મહિનેજ 269 મીટર લાંબા વેસલને લાંગરીને વિક્રમ બનાવ્યો હતો, જેને એકજ મહિનામાં પોર્ટે પોતેજ તોડીને નવી સિદ્ધી હાંસલ કરી હતી. પોર્ટ ચેરમેન એસ.કે. મહેતાએ મરીન વિભાગના પ્રયાસોની પીઠ થાબડીને ભવિષ્યમાં વધુ વિક્રમો સર્જવા શુભેચ્છા પાઠવી હતી. (file photo)