1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુપીના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું
યુપીના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું

યુપીના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટ જાહેર કર્યું

0
Social Share
  • યુપીમાં ભારે વરસાદની શક્યતા
  • હવામાન વિભાગે આપી ચેતવણી
  • ભીષણ ગરમીથી લોકોને મળશે રાહત

લખનઉ :યુપીના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના છે. ભીષણ ગરમીનો સામનો કરી રહેલ ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેમના માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવારે વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે ચેતવણી જારી કરી છે તેમાં લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, ફતેહપુર, શાહજહાંપુર, સીતાપુર, હરદોઇ, બારાબંકી, ગોંડા, બસ્તી, સંત કબીરનગર, કુશીનગર, મહારાજગંજ મુખ્યત્વે સામેલ છે. આમાંના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. શાહજહાંપુર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, બરેલી, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર અને સિદ્ધાર્થનગર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં લોકોને આકાશી વીજળી અંગે પણ ચેતવણી રાખવા જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવાર અને સોમવારે શાજહાંપુર, શામલી, મુઝફ્ફરનગર, મેરઠ, હાપુડ, બહરાઇચ, શ્રાવસ્તી, બારાબંકી, સીતાપુર, ગોંડા, ગોરખપુર, દેવરિયા, આઝમગઢ, કુશીનગર, મહારાજગંજમાં વરસાદ પડશે. પૂર્વી યુપીમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થયો હતો

આ દરમિયાન સિદ્ધાર્થનગરના બાંસીમાં આઠ, મહારાજગંજના નીચલોલમાં સાત, બહરાઇચમાં છ, સીતાપુર, કૈસરગંજમાં પાંચ-પાંચ,ગોરખપુરમાં ચાર, મહારાજગંજના નૌતનવા, બહરાઇચમાં મહસી, સિદ્ધાર્થનગરમાં કકરાહી, શાહજહાંપુરમાં ત્રણ અને ગોરખપુરના રીંગોલીમાં બે સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code