
- વામાન વિભાગની આગાહી
- કેટલાક રાજ્યોમાં પડશે ભારે વરસાદ
દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ હવે પુરુ થવાને આરે છે તો બીજી તરફ દેશના પહાડી રાજ્યોમાં ભઆરે વરસાદને લઈને એ ર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આજરોજ રવિવારે આગામી 24 થી 48 કલાકમાં આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છેભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર, યુપી અને ઉત્તરાખંડમાં મંગળવાર સુધી અને પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં પવન તેજ ગતિએ ચાલશે. રવિવાર સાંજથી અહીં હવામાન બદલાશે અને સોમવારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 28-29 ઓગસ્ટે દક્ષિણ પૂર્વ યુપી અને બિહારમાં 28 ઓગસ્ટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે 28 ઓગસ્ટે વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો, જમ્મુ સહિત કેટલાક જિલ્લાઓમાં સ્વચ્છ હવામાનને કારણે ગરમી સાથે ભેજનું પ્રમાણ વધ્યું છે.
હવામાનવિભાગની આગાહી પ્રમાણે પૂર્વી મધ્ય પ્રદેશમાં 24 કલાકમાં નવું ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે. તેની અસરને કારણે જબલપુર સહિત વિભાગના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 28 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. 29 ઓગસ્ટે એક નવું ચક્રવાતી વર્તુળ બની રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીમાંથી ભેજ આવશે અને ગ્વાલિયરમાં વાદળો છવાયેલા રહેશે.