1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ
રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ

રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી કામ કરવામાં ખૂબ ઉત્સાહિત છે. તેમણે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે તૂટેલા રોડના ફોટા મોકલવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. તેને ખૂબ રિસ્પોન્સ મળ્યો હતો. જોકે વરસાદે ગુજરાતમાં વધુ રોકાણ કરતા રોડ મરામતના કામ થઈ શક્યા નહતા. હવે લોકોને ખરાબ રોડની ફરિયાદ માટે કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના નામની એપ્લિકેશન તૈયાર કરી છે. ખરાબ રોડનો ફોટો પાડીને કોઇપણ નાગરિક ફરિયાદ કરી શકશે.

રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ એપ્લિકેશનમાં કોઇ પણ વ્યક્તિ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડની ક્ષતિ માટે મોબાઇલમાં જીપીએસ લોકેશન ઓન કરી ક્ષતિગ્રસ્ત રોડનો ફોટો પાડી અપલોડ કરી શકશે. આ ફરિયાદ સર્વર માટે સંબંધિત સેક્શન અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ઇમેઇલથી જાણ થશે. ફરિયાદ દૂર થયેથી એપમાં તેની એન્ટ્રી થશે જેથી અરજદારને તેની જાણ પણ થશે. આ રસ્તો રાજ્ય વિભાગ, પંચાયત કે નેશનલ હાઇવે છે તે જાણવાની પણ અરજદારને જરૂર નથી. મોબાઇલના જીપીએસ લોકેશન આધારિત ફોટોગ્રાફથી રોડ સાથે સંકળાયેલા ઇજનેરોને આપોઆપ જાણ થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીનો ઈરાદો સારો હોય અન લોકોના પ્રશ્નો ઉકેલવાની ધગશ હોય તો પણ સરકારી અધિકારીઓ પાસેથી કામ લેવું સહેલું નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગત હોવાનું જગ જાહેર છે. અને અધિકારીઓ બહાના બતાવવામાં પણ માહેર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code