1. Home
  2. ગુજરાતી
  3. ‘સર્કસ’નું સૌથી ધમાકેદાર ગીત આવતીકાલે થશે રિલીઝ,દીપિકા અને રણવીર સાથે જોવા મળશે
‘સર્કસ’નું સૌથી ધમાકેદાર ગીત આવતીકાલે થશે રિલીઝ,દીપિકા અને રણવીર સાથે જોવા મળશે

‘સર્કસ’નું સૌથી ધમાકેદાર ગીત આવતીકાલે થશે રિલીઝ,દીપિકા અને રણવીર સાથે જોવા મળશે

0
Social Share

મુંબઈ:રણવીર સિંહની શાનદાર એન્ટરટેઈનર ફિલ્મ ‘સર્કસ’ની પહેલી ઝલકએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. અને આજે આ ફિલ્મના ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું નામ છે ‘કરંટ લગા રે’. આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે આઈટમ સોંગ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/reel/Cl2uRCvqaDA/?utm_source=ig_embed&ig_rid=fec7e5af-da0b-45a6-ae1e-68d298b85132

હાલમાં જ અભિનેતા રણવીર સિંહે આ ગીતનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ ટીઝરમાં લખવામાં આવ્યું છે કે  આવતીકાલે રિલીઝ થશે નવું ગીત ‘કરંટ લગા રે’. આ ગીતના ટીઝરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.તે જ સમયે, કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.એક યુઝરે લખ્યું કે દીપવીર પાછા આવી ગયા.એકે કહ્યું કે આના માટે રાહ જોઈ શકતો નથી.એકે કહ્યું, પાવર કપલ.આ ગીતમાં દીપિકા દક્ષિણ ભારતીય યુવતી છે. જે પિંક કલરના આઉટફિટમાં જોવા મળે છે. આ ગીતમાં દીપિકા રણવીર સિંહ સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ચાહકો આ જોડીને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

આ કોમેડી ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાધવ, જોની લીવર, સંજય મિશ્રા, વ્રજેશ હિરજી, વિજય પાટકર, સુલભા આર્ય, મુકેશ તિવારી, અનિલ ચરણજીત, અશ્વિની કાલસેકર અને મુરલી શર્મા પણ જોવા મળશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code