
અમદાવાદમાં રવિવારે ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલન યોજાશે
અમદાવાદઃ સંસ્કૃતિ સંવર્ઘન ટ્રસ્ટ ગુજરાત દ્વારા ‘નારાયણી સંગમ’ મહિલા સંમેલનનું કર્ણાવતી (અમદાવાદ)ના વૈષ્ણવદેવી સર્કલ નજીક કે.ડી.હોસ્પિટલની બાજુમાં આવેલા શ્રી શક્તિ કેન્વેનશન સેન્ટર ખાતે આવતીકાલે રવિવારે બપોરના 2 કલાકે યોજાશે. આ મહિલા સંમેલનમાં કર્ણાવતી પશ્વિમ વિભાગની વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી લગભગ 1500થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહેશે. સ્ત્રી શક્તિ જાગૃતિ થાય અને રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં મહિલાઓ વધુ સહભાગી બને તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુશ્રી ઉષાબેન અગ્રવાર, ડો. જાગૃતિબેન પટેલ, સુશ્રી ઈન્દુમતીબેન કાટદરે, ડો. માયાબેન કોડનાની, સુશ્રી ગીતા તાઈ ગુંડે અને સુશ્રી શૈલજાતાઈ અંધારે ઉપસ્થિત રહેશે.
(PHOTO-FILE)