1. Home
  2. ગુજરાતી
  3.  આ રાજ્યમાં ગામડાઓની તુલનામાં ‘શહેરો’માં બાળકીઓની સંખ્યા – નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં થયો ખુલાસો
 આ રાજ્યમાં ગામડાઓની તુલનામાં ‘શહેરો’માં બાળકીઓની સંખ્યા – નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં થયો ખુલાસો

 આ રાજ્યમાં ગામડાઓની તુલનામાં ‘શહેરો’માં બાળકીઓની સંખ્યા – નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં થયો ખુલાસો

0
Social Share
  • ઉત્તરાખંડના શહેરોમાં બાળકીઓની સંખ્યા ઘટી
  • છોકરાોની તુલનામાં છોકરીઓની સંખ્યા ઓછી
  • જ્યારે ગામજડાઓમાં છોકરીઓની સંખ્યા વધુ

દેશભરમાં જ્યા પ્રથમ વખત પુરુષોની સરખામણી એ સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે દેશના રાજ્ય ઉત્રાખંડ શહેરમાં કન્યાઓની સંખ્યાનો આંક ઘટતો જોવા મળી રહ્યો છે.જ્યા બેટી પઢાવો બેટી બચાવો જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યા બીજી તરફ આ રાજ્યોના શહેરોમાં દિવસેને દિવસે કન્યાઓની સંખ્યા ઘટતી જ જઈ રહી છે.

આ સમાચાર મળતા એમ કહી શકાય કે ઉત્તરાખંડના શહેરોમાં લિંગ રેશિયો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ રિપોર્ટ મુજબ રાજ્યના શહેરી વિસ્તારોમાં 1 હજાર  છોકરાઓની સંખ્યાની સરખામણઈમાં માત્ર 943 કન્યાઓ  છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ સંખ્યા 1052 છે.આમ થવા પાછળનું જાતિ પરિક્ષણ અને ભ્રુણહત્યાને માનવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર બાબતને લઈને વિતેલા બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે,રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં બાળકીનો જન્મ દર પણ 2.1 થી ઘટીને 1.9 પર આવી ગયો છે. આ સાથે પરિવાર નિયોજન અપનાવનારા લોકોની સંખ્યા 70 ટકા પર પહોંચી ગઈ છે. બાળમૃત્યુ દર ઘટાડવામાં સરકાર નિષ્ફળ રહી છે

મળતા. રિપોર્ટ અનુસાર, રાજ્યમાં નવજાત મૃત્યુદર 27.9 થી વધીને 32.4 થયો છે. તેનું મુખ્ય કારણ હોસ્પિટલોમાં એનઆઈસીયુની તીવ્ર અછત ગણવામાં આવી રહી છે. પરંતુ બાળ મૃત્યુદરમાં થોડો ઘટાડો થયો છે. હાલમાં રાજ્યમાં બાળ મૃત્યુદર 39.1 છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code