
દેશમાં દસ વર્ષમાં મોબાઈલ કનેક્શનની સંખ્યામાં 29 ટકાનો વધારો, આંકડો 116 કરોડનો પાર
નવી દિલ્હીઃ દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા કેટલી વધી છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડની પહોંચમાં કેટલો વધારો થયો છે? લોકસભાના સભ્યએ એમ પણ પૂછ્યું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) કેટલું વધ્યું છે.
તેના જવાબમાં સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે 31.03.2014 સુધી ટેલિફોન કનેક્શન 93.3 કરોડ હતા, જ્યારે 31.03.2024 સુધીમાં તેમની સંખ્યા વધીને 119.87 કરોડ થઈ હતી આ સમયગાળો દરમિયાન 28.48 ટકાનો વધારો થયો છે. આ ડેટા TRAIના 2014 થી 2024 સુધીના ટેલિકોમ સર્વિસ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ પરના ત્રિમાસિક રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે.
31.03.2014 સુધી દેશમાં મોબાઈલ કનેક્શનની સંખ્યા 90.45 કરોડ હતી, જે 31.03.2024 સુધી વધીને 116.59 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન વિકાસ દર 28.90 ટકા રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, 31.03.2014 સુધી ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન 25.16 કરોડ હતું, જે વધીને 31.03.2024 સુધી 95.44 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન વિકાસ દર 279.33 હતો. તે જ સમયે, 31.03.2014 સુધી બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શન 6.09 કરોડ હતું, જે 31.03.2024ના રોજ 92.41 કરોડ હતું, એટલે કે છેલ્લા 10 વર્ષમાં વૃદ્ધિ દર 1417.41 કરોડ રહ્યો છે. ટેલિકોમ્યુનિકેશન સેક્ટર વિદેશી પ્રત્યક્ષ રોકાણના સૌથી મોટા પ્રાપ્તકર્તાઓમાંનું એક છે. ટેલિકોમ સેક્ટરે 2014-24 દરમિયાન 12 બિલિયન ડોલરની સરખામણીમાં 2014-24ના સમયગાળામાં 25-16 બિલિયન ડોલરનું FDI મેળવ્યું છે.