1. Home
  2. ગુજરાતી
  3. પ્રતિનિધિત્વના પદ પર મહિલાઓની ભાગીદારી ઓછી ,પુરુષ સમાન વેતન બાબતે પણ અડધી મહિલા વસ્તી આજે પણ ઘણા કારણોસર પાછળ -સર્વે
પ્રતિનિધિત્વના પદ પર મહિલાઓની ભાગીદારી ઓછી ,પુરુષ સમાન વેતન બાબતે પણ અડધી મહિલા વસ્તી આજે પણ ઘણા કારણોસર પાછળ -સર્વે

પ્રતિનિધિત્વના પદ પર મહિલાઓની ભાગીદારી ઓછી ,પુરુષ સમાન વેતન બાબતે પણ અડધી મહિલા વસ્તી આજે પણ ઘણા કારણોસર પાછળ -સર્વે

0
Social Share
  • આજે પણ મહિલાઓ નેતૃત્વ વાળા પદ પર ઓછી જોવા મળે છે
  • કેટલીક વસ્તીને પુરુષ બરાબર નથી મળતું વેતન

 

દિલ્હીઃ- આજે પણ આપણે જોઈ શકીએ છે કે જ્યાં પ્રતિનિધ્તવની વાત આવે ત્યા મહિલાઓની સંખ્યા ઓછી જ જોવા મળે છે, આ સાથે જ દેશની ઘણી મહિલાઓની વેતનની જો વાત કરવામાં આવે તો પુરુષો કરતા તે હાલ પણ પાછળ જોવા મળે છે. આ મામલે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આ વાત બહાર આવી છે.

જો કે અનેક કંપનીઓ લિંગ સમાનતા પર ભાર મૂકતી  હોય છે જો કે છત્તા પણ સમગ્ર ઉદ્યોગોમાં નેતૃત્વની ભૂમિકાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું જ જોવા મળી રહ્યું  છે. એસેટ મેનેજમેન્ટ કંપની મર્સરે સોમવારે એક સર્વે રિપોર્ટમાં જણાવ્યું હતું કે શરુાતના તબક્કે મહિલાઓને ચૂકવવામાં આવતો પગાર પુરૂષો કરતાં 95-99 ટકા જછે.

સર્વે અનુસાર વ્યક્તિ મધ્યમથી વરિષ્ઠ સ્તરે જાય છે તેમ આ ગુણોત્તર નોંધપાત્ર રીતે ઘટે છે. મધ્યમથી વરિષ્ઠ વર્ગમાં, સ્ત્રીઓનો પગાર પુરુષોના 87-95 ટકા જેટલો છે. વેતનમાં ઘટાડો, પ્રમોશનની ધીમી ગતિ, વૃદ્ધિની તકો અને પ્રતિનિધિત્વની ભૂમિકાઓ જેવા મહત્ત્વના પરિબળોને કારણે મહિલાઓનું વેતન પુરુષ સહકર્મીઓ કરતાં ઓછું હોય છે, એમ સર્વેમાં જણાવાયું છે. આ સર્વે 900 થી વધુ કંપનીઓ, 14 લાખથી વધુ કર્મચારીઓના ડેટા પર આધારિત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code