
આરોગ્ય બાબતે સૌથી વધુ ખર્ચ ભારતના લોકો કરે છે – આર્થિક સર્વેક્ષણ
- આર્થિક સર્વેક્ષણમાં થયો ખુલાસો
- આરોગ્ય બાબતે ભારતીય સૌથી વધુ ખર્ચ કરે છે
દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ હવે સ્વાસ્થ્ય બાબતે સૌથી વધુ ખર્ચ કરવા બાબતે અનેક ચર્ચાઓ શરુ થઈ ચૂકી છે,આ સમગ્ર બાબતને લઈને એક આર્થિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કેટલીક બાબતોનો ખુલાસો કરાયો છે.
આર્થિક સર્વેક્ષણમાં આપેલી માહિતી પ્રમાણે સૌથી વધુ આરોગ્ય બાબતે ખર્ચ સમગ્ર વિશ્વમાં ભારતના લોકો કરી રહ્યા છે, આ માટેનું કારણ એ માનવામાં આવ્યું છે કે,દેશમાં સરકારી રોકાણ ઓછું છે.આ જારી કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17 ટકા વસ્તી કુલ આવક કે ઘરેલુ ખર્ચના 10 ટકાથી વધુ અને ચાર ટકા વસ્તી 25 ટકાથી વધારે સ્વાસ્થ્ય પર ખર્ચ કરી રહી છે.આ સમગ્ર ખર્ચ વિશ્વાના તમામ દેશોથી સથી વધુ ગણાઈ રહ્યો છે.
આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે, સ્વાસ્થ્ય પર જીડીપીની 2.5 થી 3 ટકા સુધી ફાળવણી કરવી પડશે.આમ કરવાથી અનેક લોકોના પર્સનલ થનારા ખર્ચમાં ઘટાડો લાવી શકાશે.તાજેતરની જો વાત કરીએ તો 65 ટકા ખર્ચ ભારતીય લોકો પોતોના પર્સનલ પોકેટ ખર્ચમાંથી કરી રહ્યા છે
આ માટેનું કારણ એ કહેવામાં આવ્યું છે કે, જીડીપીના એક ટકાની નજીક જ સ્વાસ્થ્ય પર ખર્ચ કરવામાં આવે છે. જો અઢી-ત્રણ ટકા ફાળવણી સ્વાસ્થ્ય માટે કરવામાં આવે તો લોકોના સ્વાસ્થ્ય માટેના ખાનગી ખર્ચને આપણે ઘટાડીને 30 ટકા સુધી લાવી શકવામાં સફળતા મેળવી શકીએ છે.
સ્વાસ્થ્ય સેવાઓની ગુણવતા બાબતે તેમજ ઉપલબ્ધતા બાબતે આપણા દેશની રેન્કીંગ 180 માંથી 145 સમાવેશ પામે છે, જ્યારે આપણાથી પણ પાછળ આફ્રિકી દેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશો છે. ભારતમાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર 3થી4 ટકા જ છે.
સાહિન-