
કિંગખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘જવાન’નો પ્રિવ્યુ વીડિયો આઉટ , અભિનેતા આર્મી ઓફિસરના રોલમાં જોવા મળી શકે છે
મુંબઈઃ- બી ટાઉનના બેતાજ કિંગ શાહરુખ ખાનની ફિલ્મ જવાન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે ફિલ્મની રિલીઝની આતુરતાથી પ્રસંશકો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ફિલ્મ જવાનું પ્રિવ્યુ રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોતા સૌ કોી દર્શકોની ફિલ્મ જોવાની ઉત્સુકતામાં વધારો થયો છે.
શાહરૂખ ખાની ફિલ્મ જવાનનું પ્રિવ્યૂ આઉટ થઈ ગયું છે. જવાનના શાનદાર પ્રિવ્યૂએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધમાલ માચીવ છે હવે લોકો અંદાજો લગાવી રહ્યા છએ કે એસઆરકેની આ ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર સ્ક્રીન પર એજ રીતે સફળ થશે જે રીતે પઠાણ થઈ હતી.
આ પ્રિવ્યુમાં એભિનેતા શાહરૂખ ખાન શાનદાર એક્શનમાં જોવા મળ્યો , અભિનેતા સાથે નયનતારાની શાનદાર એન્ટ્રી પણ ફિલમ જોવા દર્છેશકોને ઉત્સાહિત કરી રહી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક મોટું સરપ્રાઈઝ હશે.
કિંગ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે એક મોશન ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ચાહકોને ચીડવતો જોવા મળે છે. વિડિયોમાં એક ઇન્ટરકોમ દેખાડવામાં આવ્યો હતો જેમાં JAWAN શબ્દો લખેલા હતા. તે જ સમયે, સંગીત સાથે, #JawanTrailer સાથે ટૂંક સમયમાં આવશે સતેમ જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
શાહરૂખ ખાનની એક્શનથી ભરપૂર ફિલ્મ જવાન મોટા બજેટની ફિલ્મ છે જેમાં એક્શન અને ઈમોશન ભરપુર જોવા મળશે . શાહરૂખ ખાનની દમદાર એન્ટ્રી અને તેના પરના શાનદાર ડાયલોગ્સ ઓડયન્સને આકર્ષિત કરે તો નવાઈની વાત નહી હોય.