1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે
ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તા. 9મી મેને ગુરૂવારના રોજ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વોબસાઈટ પર સવારે 9વાગ્યાથી પરિણામ નિહાળી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા. 9મીમે ને ગુરૂવારના રોજ જાહેર કરાશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર સવારે 9 વાગ્યાથી પરિણામ જોઈ શકશે.

ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે. વેબસાઈટ પર વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. આ ઉપરાંત SMS દ્વારા પણ પરિણામ મેળવી શકાશે. જેમાં સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMS ટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે HSC 123456 ,  હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો, SMS મોકલો, ત્યારબાદ  ગુજરાત બોર્ડ દ્વારા જવાબ મળે તેની રાહ જુઓ, પરિણામ મળી જશે. ઉપરાંત વોટ્સએપ પરથી પણ પરિણામ મેળવી શકાશે જેમાં માબાઈલ ફોનમાં whatsapp નંબર 6357300971 સેવ કરીને “Hi” કરીને મેસેજ મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે  “Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો. ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા એપ્રિલના અંતમાં પરિણામ જાહેર કરી દેવાની શક્યતા હતી. પણ લોકસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા હોવાથી ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code