જાણીલો પર્ફ્યૂમ લગાવાની સાચી રીત, લોંગ ટાઈમ માટે ફેગરેન્સ રહેશે તમારી બોડીમાં
દરેક વ્યક્તિ પરફ્યુમ લગાવે છે પરંતુ શું તમે પરફ્યુમ લગાવવાની સાચી રીત જાણો છો. પરફ્યુમ કેવી રીતે લગાવવું તે જાણવું જરુરી છે કારણ કે જો સાચી રીતે પરફ્યુમ લગાવવામાં આવે તો તેની સ્મેલ લોંગ ટાઈમ જળવાઈ રહેશે નહી તો થોડી જ ક્ષણોમાં સ્મેલ ગાયબ થઈ જશે.
શરીર પર પરફ્યુમ લગાવવું ખૂબ જ સરળ છે કારણ કે તમારે ફક્ત સ્પ્રે કરવાનું છે. પરંતુ પરફ્યુમ લગાવવાની અન્ય રીતો પણ છે જેમ કે શરીર પર પરફ્યુમનુ ઢકણ અથવા તમારા શરીર પર પરફ્યુમના થોડા ટીપાં લગાવવા. ઘણા લોકો લાંબા સમય સુધી પરફ્યુમની સુગંધ જાળવી રાખવા માટે તેમના કાંડા પર પરફ્યુમ લગાવે છે અને તેમના કાંડાને ઘસતા હોય છે. પરંતુ આમ કરવાથી બચવું જોઈએ.
લાંબા સમય સુધી સુગંધ મેળવવા માટે તમારે તમારા કપડાં, ઘરેણાં વગેરે પર પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો તમે તમારા કપડા પર પરફ્યુમ લગાવવા માંગતા હોવ તો તેને ફેબ્રિકના છુપાયેલા ભાગ પર ટેસ્ટ કરવાની ખાતરી કરો. કપડા પર પરફ્યુમ છાંટવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરવો સારું રહેશે.