1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. સીતાજીનું હરણ કર્યાં બાદ રાવણ પુષ્પક વિમાનમાં જે માર્ગ ઉપરથી લંકા ગયા હતા તે આજે પણ હયાત
સીતાજીનું હરણ કર્યાં બાદ રાવણ પુષ્પક વિમાનમાં જે માર્ગ ઉપરથી લંકા ગયા હતા તે આજે પણ હયાત

સીતાજીનું હરણ કર્યાં બાદ રાવણ પુષ્પક વિમાનમાં જે માર્ગ ઉપરથી લંકા ગયા હતા તે આજે પણ હયાત

0
Social Share

ભગવાન શ્રી રામજીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં પૂજા થાય છે, જ્યારે કેટલાક વામપંથી ઇતિહાસકારો વાલ્મીકીજી રચિત રામાયણને મહાકાવ્ય તરીકે ઉલ્લેખ કરીને પોતાને મહાન દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પંચવટી એટલે કે હાલના નાસિકથી લાખો વર્ષો પહેલા રાવણ માતા સીતાજીનું અપહરણ કરીને પુષ્કર વિમાનમાં જે માર્ગ ઉપરથી પસાર થયા હતા, તે માર્ગ આજે પણ માર્ગ હયાત છે, પંચવટીથી શ્રીલંકા સુધીનો આ રૂટ એકદમ સીધો અને ટુંકો છે, એટલું જ નહીં લંકા સુધી પહોંચવા માટે ભગવાન શ્રી રામે વાનર સેનાની મદદથી દરિયામાં પથ્થરથી બનાવેલો પુલ એટલે કે રામસેતુ પણ આજે હયાત છે, આવા અનેક પુરાવાઓ હોવા છતા કેટલાક વામપંથી ઇતિહાસકારો પોતાને દુનિયા સમક્ષ મહાન દર્શાવવા માટે ભારતીય સંસ્કૃતિને લઈને દુષપ્રચાર કરવાની કોઈ તક ગુમવાતા નથી.

ભગવાન શ્રી રામજીની જન્મભૂમિ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ ભગવાન શ્રી રામજી પ્રત્યે અપ્રચાર ફેલનાવારા વામપંથી ઈતિહાસકારો હવે ખુલ્લા પડી રહ્યાં છે. હવે યુવા ઈતિહાસકારો ભારતીય સંસ્કૃતિ વિશે ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી રહ્યાં છે. માતા સીતાજીનું હરણ કર્યાં બાદ રાક્ષસ રાજ રાવણ હવાઈ માર્ગે લંકા ક્યાં રૂટ ઉપરથી લઈને ગયા હતા અને આ માર્ગમાં ક્યું ઐતિહાસિક રહસ્ય છુપાયેલું છે, રાવણને આ રૂટ અંગે લાખો વર્ષ પહેલા કેવી રીતે જાણકારી હતી, સહિતના પ્રશ્નોના ઉત્તર વામપંથી ઇતિહાસકારોના દાવાઓની પોલ ખોલે છે.

શિવભક્ત રાવણે સીતાજીનું હરણ પંચવટી એટલે કે હાલના મહારાષ્ટ્રના નાસિકથી કર્યું હતું પુષ્કર વિમાન મારફતે હમ્મી (કર્ણાટક), લેપક્ષી (આંધ્રપ્રદેશ) થઈને શ્રીલંકા લઈ ગયા હતા. આધુનિક રીતે જોઈએ તો નાસિક, હમ્પી, લેપક્ષી અને શ્રીલંકા એકદમ સીધી લાઈનમાં છે, એટલે કે એમ કહી શકાય છે, આ માર્ગ પંચવટીથી શ્રીલંકા સુધીનો ટુંકો માર્ગ છે. એ સમયે તો ગુગલ મેપ જેવી આધુનિક ટેકનોલોજી ન હતી તો આ નાના રૂટ વિશે કેવી રીતે રાવણ જાણતો હશે. ભારતિય સંસ્કૃતિના વિરોધીની સંતૃષ્ટી માટે એકવાર માની લઈને કે રામાયણ માત્ર એક મહાકાવ્ય છે, જેને મહર્ષિ વાલ્મીકીજીએ લખ્યું હતું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, વાલ્મીકીજીને કેવી રીતે ખબર પડી હશે કે પંચવટીથી શ્રીલંકા સુધીનો સીધો અને શોર્ટકટ માર્ગ કયો છે.

મહાકાવ્યમાં ઘટનાઓ બતાવવા માટે કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ કરી શકાય છે પરંતુ વાલ્મીકીજીએ સીતાજીના હરણ માટે પુષ્કર વિમાનનો સૌથી નાનો અને એકદમ સીધો માર્ગ કેવી રીતે દર્શાવ્યો. આ મુદ્દો એવો જ છે કે 500 વર્ષ પહેલા તુલસીદાસજીને કેવી રીતે ખબર પડી કે, પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે (જુગ સહસ્ત્ર યોજન પર ભાનું એટલે કે 152 મિલિયન કિમી, હનુમાન ચાલીસા), થોડા વર્ષો પહેલા જ નાસાને આ અંતરની જાણકારી થઈ હતી.

પંચવટીમાં જ ભગવાન શ્રી રામજી, સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે વનવાસના સમયમાં રહેતા હતા. અહીં જ શૂર્પણખા આવી અને લક્ષ્મણજી સાથે લગ્ન કરવા માટે ઉપદ્રવ ફેલાવ્યો હતો, જેથી લક્ષ્મણજીએ અંતે શૂર્પખણાનું નાક એટલે કે નાસિકા કાપી હતી, આ સ્થાનને આજે આપણે નાસિક તરીકે ઓળખીએ છીએ. પુષ્કર વિમાનમાં રાવણ હરણ કરીને લઈ જતો હતો ત્યારે સીતાજીએ નીચે જોયું કે એક પર્વતના શિખર ઉપર બેઠેલા વાનરો કુતુહલ વશ ઉપર જોતા હતા. તે સમયે સીતાજીએ પોતાના વસ્ત્રનો છેડો ફાડીને તેમાં બંગડી બાંધીને નીચે ફેંકી હતી. જેથી તેમને શોધવામાં રામજીને સહાયતા મળે, આ સ્થળ ઋષ્યમૂક પર્વત જે આજે હમ્પીમાં છે.

ગીધરાજ જટાયુએ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને પડકાર્યો હતો, ત્યારે રાવણે તલવારથી જટાયુંજીની પાંખો કાપી નાખી હતી. બીજી તરફ સીતાજીને શોધવા નીકળેલા રામજી અને લક્ષ્મણજી અહીં પહોંચ્યાં ત્યારે તેમને જટાયુંજીને જોઈને સૌ પ્રથમ સંબોધન કર્યું કે, હે પક્ષીરાજ. આ જગ્યાનું નામ દક્ષિણ ભાષામાં લેપક્ષી છે. આમ પંચવટીથી લંકા સુધીનો સીધો અને ટુંકો હવાઈ માર્ગે આજે પણ હયાત છે.


(દીપક દરજી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code