1. Home
  2. ગુજરાતી
  3. ચીનની કોરોના વેક્સિનનું ‘માનવ પરિક્ષણ’ બીજા તબક્કે પણ રહ્યું સફળ
ચીનની કોરોના વેક્સિનનું ‘માનવ પરિક્ષણ’ બીજા તબક્કે પણ રહ્યું સફળ

ચીનની કોરોના વેક્સિનનું ‘માનવ પરિક્ષણ’ બીજા તબક્કે પણ રહ્યું સફળ

0
Social Share
  • ચીનની વેક્સિન બીજા તબક્કે પણ રહી સફળ
  • વેક્સિન માવન માટેં સુરક્ષિત રહી છે
  • ફેઝ-1માં ચીન એ આ વેક્સિનની 108 સ્વસ્થ લોકો પર પરિક્ષણ
  • બીજા તબક્કામાં આ વેક્સિનની 508 લોકો પર ટ્રાયલ કરવામાં આવી
  • 508 લોકોમાં 18થી લઈને 55 વર્ષથી વધારે ઉંમરના લોકો પર પરિક્ષણ કરાયું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વિશ્વના જુદા જુદા વૈજ્ઞાનિકો દ્રારા કોરોનાની રસી શઓધવાના અથાગ પ્રયત્નો થી રહ્યો છે જેમાં કેટલાક દેશની કોરોના વેક્સિનને સફળતા પણ મળી છે,ઓક્સફોર્ડ બાદ હવે ચીનની કોરોના વેક્સિન સફળ સાબિત થઈ છે.ચીનની આ વેક્સિનનું બીજા તબક્કાનું માનુવ પરિક્ષણ પણ હવે સફળ સાબિત થયું છે,

નિષ્ણાંતોના જણાવ્યા અનુસારવઅને ડોક્ટર્સ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, “આ વેક્સિન માવન માટેં સુરક્ષિત રહી છે,આ વેક્સિન માનની રોગ પ્રતિકારક શકિતિમાં વધારો કરે છે”,આ વેક્સિનના બીજા સફળ પરિક્ષણનો એહવાલ ‘ધ લૈંસેટ મેગેઝિન’માં પ્રકાશીત કરવામાં આવ્યો છે,જો આ વેક્સિન દરેક તબક્કે સફળ થાય તો ચીન માટે આ રસી જીવ બચાવવા સમાન સાબિત થવાની પુરી શક્યાતાઓ સેવાઈ રહી છે.

ચાઈના ડોટ ઓઆરજીના એક સમાચાર પ્રમાણે,”પ્રથમ તબક્કાની સરખામણીમાં ચીનની આ વેક્સિનનું બીજા તબક્કામાં વધુ માવનો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ફેઝ-1માં ચીન એ આ વેક્સિનની 108 સ્વસ્થ લોકો પર પરિક્ષણ કર્યું હતું, જ્યારે બીજા તબક્કામાં આ વેક્સિનની 508 લોકો પર ટ્રાયલ કરવામાં આવી છે”

ચીનના જિયાંશુ પ્રોવિંશિયલ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક જાણીતા એવા પ્રોફેસર ફેંગકાઈ ઝૂને જણાવ્યું કે, “અમે આ 508 લોકોમાં 18થી લઈને 55 વર્ષથી વધારે ઉંમરના લોકોનો આ ટ્રાયલમાં સમાવેશ કર્યો હતો,જે પ્રથમ તબક્કે કરવામાં આવેલ પરિક્ષણથી ખુબ વધુ પ્રમાણમાં હતું”

‘ધ લેન્સેટ’ મીડિયાના એક રિપોર્ટ મુજબ ચીનની વેક્સિન Ad5ની ટ્રાયલ વુહાન શહેરમાં કરવામાં આવી હતી ઉલ્લખનીય છે કે, આ વુહાન શહેર એ જ છે કે જ્યાથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો,આ તબકકે કરવામાં આવેલા પરિક્ષણમાં દરેક ઉમંર ધરાવતા લોકોના સમૂહ પર તેની તપાસ હાથ ધરવામાં આવી હતી,ત્યારે આ તપાસ દરમિયાન આ વેક્સિન દરેક ઉંમરના કોરોના દર્દીઓ માટે લાભકારી હોવાની વાત જાણવા મળી હતી.

આ સાથે જ બેઈજિંગ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોટેક્નોલોજીના પ્રોફેસરએવા વેઈ ચેનને આ બાબતે જણાવ્યું હતું કે, કોરોનાનું સૌથી વધારે જોખમ વધુ ઉમંર ધરાવતા લોકો પર છે,જો કે આ વેક્સિન બીજા ફેઝમાં ખૂબ સારા પરિણામ આપ્યા છે,જે મુબજ કેટલાક કોરોનાના વુદ્ધ દર્દીઓ સ્વસ્થ થયા છે,તો બીજા કેટલાક દર્દીઓમાં રોગપ્રતિકારક શકિતમાં વધારો થયેલો જોવા મળે છે,

સમગ્ર વિશ્વમાં આ સમયે કોરોનાની દવા શઓધવા માટે લોકોમાં હોડ લાગી છે,જુદા જુદા વૈજ્ઞાનિકો દ્રારા રસી શોધવાના બનાવવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે,કોરોના વેક્સિનને લઈને સૌથી આગળ ચીન રહ્યું છે,રસીના પરિક્ષણ બાબતે ચીનમાં સૌથી વધુ કામ થઈ રહ્યું છે,

ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે બ્રિટનની ઓક્સોફઓર્ડ યૂનિવર્સિટીની વેક્સિન ChAdOx1 nCoV-19 એ પણ સફળતા પ્રાપ્ત કરી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્રારા 1,000 સ્વસ્થ લોકો પર આ વેક્સિનનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું,બ્રિટન દ્રારા વિકસાવવામાં આવેલી આ ChAdOx1 nCoV-19 વેક્સિનથી મનુષ્યના શરીરમાં રહેલા કોરોના વાયરસનો નાશ કર્યો હતો તેની સાથએ સાથે જ માનવીના શરીરની અંદર પ્રતિકારક T Cellનું સર્જન કરવા બાબતે આ રસી લાભદાયક નિવડી હતી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો છે કે ChAdOx1 nCoV-19નો ડોઝ જો 14 દિવસો સુધી કોરોનાના દર્દીઓને આપવામાં આવે તો માત્ર 28 દિવસના સમયગાળઆની અંદર માનવીના શરીરમાં કોરોના વાયરસનો નાશ કરવા તેમજ કોરોના વાયરસ સામે લડવાની રોગ પ્રતિતકારક શક્તિ માટે એન્ટીબોડી બનવા લાગે છે.

જો કે અનેક દેશઓએ દાવા કરેલા છે કે અમારી વેક્સિન સફળ રહી છએ તે છત્તાં પણ હજુ એ ન કહી શકાય કે આ વેક્સિન સંપૂર્ણ પણે દરેક તબક્કે સફળ થશે કે કેમ,અને સફળ થયા બાદ તે ક્યારે માર્કેટમાં આવશે,આ સમગ્ર બાબત હવે આવનારા સમય પર નિર્ભર કરે છે.આ સાથે જ હજુ પણ કેટલાક દેશોના વેક્સિનને લઈ હ્યુમન ટ્રાયલ ચાલું જ છે.જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code