Site icon Revoi.in

ભાવનગર-સોમનાથ હાઈવેના વડલી ગામના સર્વિસ રોડ પર મહિનાથી ભરાયેલા વરસાદી પાણી

Social Share

ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડ પર એક મહિનાથી વરસાદના પાણી ભરાયેલા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સર્વિસ રોજ પર પાણઈના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. અને વરસાદી પાણી ભરાયેલા રહે છે. આ અંગે ગ્રામજનોએ જિલ્લા કલેકટર અને હાઈવે ઓથોરિટીને રજુઆત કરી છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક વડલી ગામ પાસે સર્વિસ રોડની સ્થિતિ ચિંતાજનક બની છે. નીચાણવાળા વિસ્તારમાં બનાવવામાં આવેલા સર્વિસ રોડ પર છેલ્લા એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલું રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કોઈ વરસાદ નોંધાયો નથી. આમ છતાં સર્વિસ રોડ પર પાણી ભરાયેલું રહેવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વિસ રોડની નજીક આવેલા મદરેસાના બાળકોને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. નેશનલ હાઈવે પરથી નાના વાહનો માટે સર્વિસ રોડનો ઉપયોગ અનિવાર્ય હોવાથી તમામ વાહનચાલકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સર્વિસ રોડના યોગ્ય નિર્માણ અને જળનિકાલની વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે.