
‘પુષ્પા-2’ ફિલ્મનું શુટીંગ અટક્યું, કેમ જાણો ફિલ્મનું શુટીંગ
મુંબઈઃ સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આ દિવસોમાં ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ઝડપથી ચાલી રહ્યું છે. આના પહેલા ફિલ્મનું શૂટિંગ થોડાક દિવસો માટે રોકવામાં આવ્યું હતુ, કેમ કે ફિલ્મના અભિનેતાઓ પૈકી એક જગદીશ ભંડારી ને હૈદરાબાદ પોલીસે એક જૂનિયર કલાકારની આત્મહત્યા મામલામાં ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
‘પુષ્પા 2’ના શૂટિંગ થોડાક દિવસો માટે રોકવામાં આવ્યું છે. કેમ કે, ફિલ્મના કલાકાર જગદીશ પ્રતાપ ભંડારીની ધરપકડ કરવામાં આવી છે, પણ ફરી થી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જગદીશની ધરપકડ પછી ફિસ્મનું શૂટિંગમાં વાર લાગી, પણ હવે શૂટિંગ સમય પર પૂરૂ કરવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આરએફસીમાં બે યૂનિટ અલગ અલગ જગ્યા પર શીટિંગમાં વ્યસ્ત છે.
‘પુષ્પા 2’ના નિર્માતા રિલીઝની ડેટમાં કોઈ વિલંબ નથી ચાહતા અને આ જ કારણ છે કે તેઓ શૂટિંગ પર જોર આપી રહ્યા છે. કર્મિઓની એક ભારે ટીમ આ ફિલ્મના શૂટિંગ પર કામ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ બે અલગ અલગ જગ્યા પર કરવા માટે ખૂબ વધારે સામગ્રીની જરૂરત હોય છે અને ફિલ્મની ટીમ પૂરી તૈયારી સાથે શૂટિંગ જલ્દી પૂરૂ કરવામાં લાગી છે.
સુકુમાર દ્વારા નિર્દેશિત ‘પુષ્પા: ધ રૂલ’ ઓગષ્ટ 2024માં સિનેમાંઘરોમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે. ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ એક વિશેષ પોષ્ટર સાથે ફઇલ્મની રિલીઝની તારીખ ફરીથી જાહેર કરી છે. ફિલ્મ 15 ઓગષ્ટે ઘણી ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.